અંધારીયા ચકલા અને તારાપુર મોટી ચોકડી નજીકથી દેશી દારૂ ઝડપાયો
- કાર અને એક્ટિવા તેમજ દારૂ સહિત રૂપિયા 2 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂના ખેપિયાને ઝડપી લીધા
દરમ્યાન એક એક્ટીવા ઉપર બે શખ્સો સવાર થઈને આવી ચડતા પોલીસે શંકાને આધારે તેઓને અટકાવ્યા હતા. પોલીસે એક્ટીવા ઉપર મુકેલ કોથળાની તલાશી લેતા અંદરથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. પોલીસે પકડાયેલ શખ્સોના નામઠામ અંગે પૂછપરછ કરતા તે દિનેશ રાજુભાઈ તળપદા અને અજય પૂનમભાઈ તળપદા બંને રહે. બાકરોલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની વધુ પૂછપરછ કરતા નાપાડ-વાંટા ખાતે રહેતા મહેન્દ્ર ઉર્ફે ડીગો તળપદાએ આ દેશી દારૂ ભરી આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એક્ટીવા તથા ૪૨ લીટર દેશી દારૂ મળી કુલ્લે રૂા.૪૫૮૪૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારાપુર પોલીસની ટીમ મોટી ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હતી. દરમ્યાન સોજીત્રા તરફથી એક સ્વીફટ કાર આવી ચડતા પોલીસે તેને અટકાવવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ કાર ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી હતી. જેથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. દરમ્યાન જકાતનાકાવાળો બ્રીજ ઉતરી કેનાલ નજીકના રોડની સાઈડમાં કાર ચાલકે કાર થંભાવી ત્યારે કારમાંથી બે શખ્સોએ નાસવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે બંને શખ્સોનો પીછો કરી તેઓને ઝડપી પાડયા હતા. તેઓના નામઠામ અંગે પૂછપરછ કરતા તે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા યાસીન નબીભાઈ પઠાણ અને કરણ વીરજેશભાઈ ગુપ્ત હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કારની તલાશી લેતા અંદરથી કુલ-૧૮૦ લીટર દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. પોલીસે કાર તથા દેશી દારૂ મળી કુલ્લે રૂા.૧.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ કરતા મુન્નાભાઈ નામના શખ્સે આ કાર લઈ કરમસદની કૃષ્ણ હોસ્પિટલ નજીક મોકલ્યા હોવાનું અને ત્યાંથી એક છોકરાએ કાર લઈ જઈ કારમાં દેશી દારૂ આપ્યો હતો જે મુન્નાભાઈને પહોંચાડવાનો હોવાનું બંનેએ જણાવ્યું હતું.