આણંદમાં સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા કલેક્ટરની સૂચના
- સંકલન સમિતિની બેઠકમાં શાળાના ઓરડા, રસ્તા, વીજળી સહિતના પ્રશ્નોની રજૂઆત
આણંદ : આણંદમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરે સરકારી જમીન પરના દબાણો તાકેદી દૂર કરવા અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનો ઉકેલ લાવવા સૂચના આપી હતી.
આણંદમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં શાળાના ઓરડા, આરોગ્ય, રસ્તા, વીજળી, દબાણો સહિતના પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. જિલ્લા કલેક્ટરે પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા, સરકારી જમીન પરના દબાણો તાકીદે દૂર કરવા તાકીદ કરી હતી. તેમજ પાણીના કામને પ્રાયોરિટી આપી, સમય મર્યાદામાં કામ પુરું કરવા અધિકારીઓને સૂચના આપી હતી. વધુમાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિની કામગરી સત્વરે પૂરી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.