આણંદમાં એસટીના ગ્રામ્ય રૂટોની બસો અનિયમિત હોવાથી મુસાફરોને હાલાકી
- કેટલાંક રૂટોમાં વધારાની બસો પણ મુકાઇ
- એસટી તંત્ર દ્વારા સવારના છથી રાત્રીના નવ વાગ્યા સુધી રિઝર્વેશન બારી ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો
વધુમાં આણંદ એસ.ટી. ડેપોના મેનેજરે જણાવ્યું હતું કે ૯૦ એસટી બસો ધરાવતા આણંદ એસ.ટી. ડેપોમાં ૮૦ શિડયુલનું સંચાલન થાય છે. જેમાં ૪૦ જેટલા એક્સપ્રેસ અને ૪૦ જેટલા લોકલ રૂટોમાં એસ.ટી. બસો દોડે છે. લોકલ રૂટોમાં દોડતી એસ.ટી. બસો કરતાં એક્સપ્રેસ રૂટમાં દોડતી બસની આવક વધુ રહેતી હોય છે. હાલ આણંદ એસ.ટી. ડેપો દૈનિક રૂા.૮ લાખની આસપાસ આવક ધરાવે છે જે નડિયાદ ડીવીઝનમાં સૌથી વધુ છે. આણંદ એસ.ટી. ડેપો ખાતેથી લાંબા રૂટમાં દોડતી એસ.ટી. બસોમાં મુસાફરી કરવી સરળ બને તે માટે ડેપો દ્વારા સવારના ૬-૦૦ થી રાત્રે ૯-૦૦ વાગ્યા સુધી રીઝર્વેશન બારી ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે.
સાથે સાથે તહેવારો અને ઉત્સવો તેમજ ખાસ દિવસોમાં મુસાફરોની જરૂરીયાત મુજબ એસ.ટી. તંત્ર દ્વારા બસો દોડાવવામાં આવે છે. પૂનમ નિમિત્તે ડાકોરની વધારાની બસો પણ મુકવામાં આવતી હોવાથી સારી આવક મળે છે. એસ.ટી. તંત્ર દ્વારા કલાકના રૂા.૭૦૦ લેખે એસ.ટી. બસ ભાડે આપવાનો નિર્ણય લેવાયો છે ત્યારે કોઈ સોસાયટી, ગુ્રપ કે મુસાફરોના સમૂહની ગુજરાત રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, જુનાગઢ, અંબાજી, ડાકોરના પ્રવાસ માટે પ્રતિ કલાકે રૂા.૭૦૦ના ભાડામાં એસ.ટી. બસનો લાભ લઈ શકશે.