Get The App

દુષ્કર્મ કેસમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારીના 4 દિવસના રિમાન્ડ મંજૂર

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
દુષ્કર્મ કેસમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારીના 4 દિવસના રિમાન્ડ મંજૂર 1 - image


- પૂજારીની ધરપકડ કરી સઘન પૂછપરછ શરૂ

- મંદિરના રસોડાના શેડ નીચે દુષ્કર્મ આચરતો હોવાની પંચ સમક્ષ પૂજારીની કબૂલાત 1997 માં પત્નીના મૃત્યુ બાદ 3 વર્ષથી મંદિરમાં એકલો રહેતો હોવાનું ખૂલ્યું

આણંદ : ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ મનોદિવ્યાંગ યુવતી સાથે આચરેલા દુષ્કર્મના કેસમાં ઉમરેઠ પોલીસે મંગળવારે પૂજારીની ધરપકડ કરી હતી. બુધવારે શખ્સને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પૂજારીની પત્નીનું વર્ષ ૧૯૯૭માં મૃત્યુ થયું હતું. તેમજ છેલ્લા ત્રણ વર્ષથે તે મંદિર ખાતે જ રહેતો હતો.

ઉમરેઠના રામ તળાવ નજીક મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. આ બનાવની જાણ થતાં ઉમરેઠ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી કાંતિ શિવાભાઈ વાઘેલા (ઉં.વ.૬૩, રહે. રઘુપુરા, ચકલાસી, તા.નડિયાદ)એ મંદિરમાં કામકાજ કરતી મનોદિવ્યાંગ યુવતી સાથે એક વર્ષ સુધી દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હોવાનું ખૂલ્યું હતું. તેમજ મૃત નવજાતનો જન્મ થતાં યુવતીની માતાએ એક કોથળીમાં શિશુને રામ તળાવ પાસે ત્યજી દીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે પૂજારી કાંતિ વાઘેલાની સઘન પૂછપરછ હાથ ધરી મંગળવારે તેની ધરપકડ કરી હતી. બુધવારે પૂજારીને ઉમરેઠની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પૂજારીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વર્ષ ૧૯૯૭માં કાંતિ વાઘેલાની પત્નીનું અવસાન થઈ ગયું હતું. તેની એક પુત્રી છે જે પરિણીત છે. છેલ્લા ત્રણ વર્ષથી કાંતિ મંદિરમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. 

પૂજારીનો પોટેન્સી ટેસ્ટ કરવામાં આવશે

ઉમરેઠ પોલીસ મથકના પીઆઈ જી.એમ.પાવરાએ જણાવ્યું હતું કે, આવતીકાલે કાંતિ વાઘેલાનો પોટેન્સી ટેસ્ટ કરવામાં આવશે. જે માટે તેને કરમસદની મેડિકલ હોસ્પિટલમાં લઈ જવાશે. આજે પંચોની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા રસોડામાં શેડ નીચે એક ખૂણામાં કાંતિ યુવતી સાથે દુષ્કર્મ આચરતો હોવાનું અને જો કોઈને આ વાતની જાણ કરીશ તો તારું જમવાનું બંધ કરાવી દઈશ તેવી ધમકી આપતો હોવાની કબૂલાત કરી હતી. 


Google NewsGoogle News