આણંદ એસટી ડેપોએ 31 એકસ્ટ્રા બસો દોડાવી, 7.68 લાખની આવક
- દિવાળી પર્વ એસટી નિગમને ફળ્યું
- આણંદથી અમદાવાદ, આણંદથી દાહોદ, આણંદથી ઝાલોદ માટે બસો દોડાવાઇ
વધુમાં મળતી માહિતી મુજબ સામાન્ય અને મધ્યમ વર્ગ માટે તહેવારોના દિવસો દરમ્યાન એસ.ટી. બસ નિર્ધારિત સ્થળે જવા માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ હતી.
આણંદ જિલ્લામાંથી નોકરી ધંધા રોજગાર અર્થે બહાર ગયેલા લોકો દિવાળીનો તહેવાર કરવા પોતાના વતનની વાટ પકડતા હોય છે. જેને ધ્યાનમાં લઈ આણંદ એસ.ટી. ડેપો દ્વારા વધારાની ૩૧ બસો દોડાવવામાં આવી હતી.
આ એકસ્ટ્રા બસો દોડાવાતા એસ.ટી. તંત્રને રૂા.૭.૬૮ લાખ આવક થવા પામી હતી. વધુમાં આણંદ એસ.ટી. ડેપોના મેનેજરે જણાવ્યું હતું કે, દિવાળી પર્વના દિવસે આણંદથી સુરતની ૨૧ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.
જ્યારે આણંદથી અમદાવાદ, આણંદથી દાહોદ, આણંદથી ઝાલોદ વગેરે સ્થળોની મળીને પર્વ દરમ્યાન ૩૧ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.
જે પૈકી અમદાવાદ, ઝાલોદ, દાહોદ અને સુરતથી પરત આવેલી એકસ્ટ્રા બસોની વધારાની આવક રૂા.૭.૬૮ લાખ થવા પામી છે. જેમાં આણંદથી સુરત દોડાવવામાં આવેલ કેટલીક એસ.ટી. બસોની આવક ઉમેરવાની બાકી હોવાનું અંતમાં તેઓએ જણાવ્યું હતું.