આણંદ જિલ્લામાં ખાસ ઝૂંબેશના દિવસે 11,239 અરજીઓ મળી
- મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત
- નવા નામ નોંધાવવા, આધારકાર્ડ લિંક કરાવવા, નામ કમી કરાવવા તથા સ્થળાંતર સંબંધી અરજીઓ આવી
આ કાર્યક્રમ અન્વયે આણંદના ૭ વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે મળેલી કુલ અરજીઓ પૈકી ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં.૬ ની ૬૬૮, આધારકાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૫૩૫, નામ કમી કરાવવા માટેની ફોર્મ નં.૭ની ૧૯૨ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નં.૮ની ૭૭૧ અરજીઓ મળીને કુલ ૨૧૬૬ અરજીઓ મળી હતી.
જ્યારે ૧૦૯-બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં.૬ની ૮૬૮, આધારકાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં.૬(ખ)ની ૧૫૨, નામ કમી કરાવવા માટેની ફોર્મ નં.૭ની ૧૧૮ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નં.૮ની ૪૨૯ અરજીઓ મળીને કુલ ૧૫૬૭ અરજીઓ મળી હતી.
આ ઉપરાંત ૧૧૦-આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં.૬ ની ૮૦૫, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૦૫, નામ કમી કરાવવા માટેની ફોર્મ નં.૭ની ૨૨૭ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નં.૮ની ૩૩૫ અરજીઓ મળીને કુલ ૧,૩૭૨ અરજીઓ મળી હતી.
તેમજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં.૬ ની ૮૨૭, આધારકાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૧૧૨, નામ કમી કરાવવા માટેની ફોર્મ નં.૭ની ૨૫૭ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નં.૮ની ૪૮૧ અરજીઓ મળીને કુલ ૧,૬૭૭ અરજીઓ મળી હતી.
આણંદ જિલ્લાના ૧૧૨-આણંદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં.૬ની ૧૦૯૦, આધારકાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં.૬(ખ)ની ૯૦, નામ કમી કરાવવા માટેની ફોર્મ નં.૭ ની ૧૭૨ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નં.૮ની ૬૬૯ અરજીઓ મળીને કુલ ૨૦૨૧ અરજીઓ મળી હતી. તેવી જ રીતે ૧૧૩-પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં.૬ની ૧૧૧૨, આધારકાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૪૦, નામ કમી કરાવવા માટેની ફોર્મ નં.૭ની ૮૬ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નં.૮ની ૩૫૬ અરજીઓ મળીને કુલ ૧૫૯૪ અરજીઓ મળી હતી.
જ્યારે ૧૧૪-સોજિત્રા વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં.૬ની ૪૯૧, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૦૭, નામ કમી કરાવવા માટેની ફોર્મ નં.૭ની ૧૧૧ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નં.૮ની ૨૩૩ અરજીઓ મળીને કુલ ૮૪૨ અરજીઓ મળી હતી.