આણંદ જિલ્લા પંચાયતમાં 628851 પુરૂષ, 586876 સ્ત્રી મતદાર નોંધાયા
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર
- 12 અન્ય જાતિના મળી કુલ 1215769 મતદારો
આણંદ, તા.22 ફેબ્રુઆરી 2021, સોમવાર
આણંદ જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, આઠ તાલુકા પંચાયતની ૧૯૬ બેઠકો અને છ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અને કરમસદ વોર્ડ નં.૧ની પેટાચૂંટણી માટે આગામી તા.૨૮મી ફેબુ્રઆરી, ૨૦૨૧ને રવિવારના રોજ મતદાન યોજાનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેનું આયોજન કર્યું છે. આણંદ જિલ્લા પંચાયતમાં ૬૨૮૮૫૧ પુરૂષ અને ૫૮૬૮૭૬ સ્ત્રી અને ૧૨ અન્ય જાતિના મળી કુલ ૧૨૧૫૭૬૯ મતદારો નોંધાયા છે.
આણંદ જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો જ્યારે આણંદ જિલ્લાના ૮ તાલુકા પંચાયતોની ૧૯૬ બેઠકો આગામી તા.૨૮મી ફેબુ્રઆરીના રોજ મતદાન યોજાનાર છે. જે અંતર્ગત આણંજ જિલ્લા પંચાયતમાં કુલ ૧૨૧૫૭૬૯ મતદારો નોંધાયા છે.
જ્યારે જિલ્લાની આઠ તાલુકા પંચાયતોમાં યોજાનાર સામાન્ય ચૂંટણી માટે આણંદ (ગ્રામ્ય) તાલુકામાં સૌથી વધુ ૨૬૧૯૮૬ મતદારો નોંધાયા છે.
જેમાં ૧૩૪૨૪૫ પુરૂષ, ૧૨૭૭૩૭ સ્ત્રી અને ૪ અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે સોજિત્રા તાલુકામાં સૌથી ઓછા ૩૩૬૬૧ પુરૂષ, ૩૧૦૬૯ સ્ત્રી અને ૧ અન્ય જાતિના મતદારો મળી કુલ ૬૪૭૬૧ મતદારો નોંધાયા છે. જ્યારે ઉમરેઠ તાલુકા પંચાયતમાં ૬૪૫૦૪ પુરૂષ, ૬૧૪૫૨ સ્ત્રી અને અન્ય જાતિના ૨ મતદારો, બોરસદ તાલુકા પંચાયતમાં ૧૩૧૭૫૧ પુરૂષ અને ૧૨૧૧૧૮ સ્ત્રી મતદારો, આંકલાવ તાલુકા પંચાયતમાં ૫૧૦૦૧ પુરૂષ અને ૪૮૦૪૯ સ્ત્રી મતદારો, પેટલાદ તાલુકા પંચાયતમાં ૯૫૦૨૧ પુરૂષ, ૮૯૨૮૮ સ્ત્રી અને ૫ અન્ય જાતિના મતદારો, ખંભાત તાલુકા પંચાયતમાં ૮૪૮૪૬ પુરૂષ અને ૭૪૪૩૩ સ્ત્રી મતદારો તથા તારાપુર તાલુકા પંચાયતમાં ૩૬૮૨૨ પુરૂષ અને ૩૩૭૩૦ સ્ત્રી મતદારો નોંધાયા છે.