આણંદમાં પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત
- આત્મહત્યાનું કારણ હજૂ અકબંધ
- શીખોડ તલાવડી પાસે ગજાનંદ સોસાયટીની ઘટનામાં અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી
આણંદ : આણંદ શહેરની શીખોડ તલાવડી નજીકની સોસાયટીમાં રહેતી પરિણીતાએ મકાનમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આણંદ શહેરની શિખોડ તલાવડી નજીક આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રૂપાભાઈ પ્રજાપતિના પત્ની જયશ્રીબેને ગતરોજ સમી સાંજે પોતાના મકાનના પંખા સાથે દુપટ્ટો બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતા આણંદ શહેર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ હોવાથી પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.