આણંદના 24,353 કાચા મકાનોમાં અઠવાડિયામાં ડસ્ટિંગ કરવામાં આવશે

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
આણંદના 24,353 કાચા મકાનોમાં અઠવાડિયામાં ડસ્ટિંગ કરવામાં આવશે 1 - image


- જિલ્લામાં ચાંદીપુરા ન પ્રવેશે માટે ઝૂંબેશ

- 904 આંગણવાડીઓ અને 612 શાળાઓમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી કરાઈ

આણંદ : આણંદ જિલ્લામાં વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા)નો એકપણ કેસ નોંધાયેલો નથી, પરંતુ આસપાસના ખેડા, વડોદરા અને પંચમહાલ જિલ્લાઓમાં ચાંદીપુરાના કેસો જોવા મળ્યા હોવાથી જિલ્લામાં વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા)ના કેસો ન બને તે હેતુસર જિલ્લાની ૯૦૪ આંગણવાડીઓ, ૬૧૨ શાળાઓમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું છે. જિલ્લાના ગામોમાં ૨૪,૩૫૩ કાચા મકાનોની દિવાલો ઉપર અઠવાડિયામાં ડસ્ટિંગની કામગીરી કરાશે.

આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩,૮૯૮ ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૦૪ જેટલી આંગણવાડીઓ અને ૬૧૨ જેટલી શાળાઓમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગની કામગીરી કરવામાં આવી છે. જે પૈકિ આણંદ તાલુકાની ૨૫૬ આંગણવાડી અને ૧૧૭ શાળાઓ, ઉમરેઠ તાલુકાની ૧૯૭ આંગણવાડી અને ૧૩૦ શાળાઓ, બોરસદ તાલુકાની ૮૦ આંગણવાડી અને ૭૩ શાળાઓ, આંકલાવ તાલુકાની ૧૨૯ આંગણવાડી અને ૧૦૪ શાળાઓ, પેટલાદ તાલુકાની ૬૩ આંગણવાડી અને ૬૯ શાળાઓ, સોજીત્રા તાલુકાની ૧૩ આંગણવાડી અને ૯ શાળાઓ, ખંભાત તાલુકાની ૧૧૨ આંગણવાડી અને ૬૮ શાળાઓ અને તારાપુર તાલુકાની ૫૪ આંગણવાડી અને ૪૨ શાળાઓમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગની કામગીરી કરવામાં આવી છે. 

જિલ્લાના તમામ ગામોમાં આવેલ કુલ ૨૪,૩૫૩ જેટલાં કાચા મકાનોની દિવાલો ઉપર ૬-ફુટ સુધી મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગની કામગીરી આગામી દિન-૭ માં પૂર્ણ કરવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય વિભાગની એક યાદીમાં જણાવાયું છે. 


Google NewsGoogle News