Get The App

વાસદમાં ટ્રેનની અડફેટે અજાણી યુવતીનું મોત

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
વાસદમાં ટ્રેનની અડફેટે અજાણી યુવતીનું મોત 1 - image


આણંદ : વાસદ ગામની જેતાપુરા સીમ નજીક અમદાવાદથી વડોદરા તરફ જતા રેલવે ટ્રેક ઉપર તા.૧૯મી જાન્યુઆરીના રોજ રાત્રિના સુમારે પસાર થતી ટ્રેનની ટક્કરે એક અજાણી ૨૫ થી ૩૦ વર્ષના આશરાની યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ વાસદ પોલીસને થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નજીકના દવાખાનામાં મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News