Get The App

ટ્રકની અડફેટે ટુવ્હીલર સવાર વૃદ્ધ અને યુવકનું ગંભીર ઈજાથી મોત

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ટ્રકની અડફેટે ટુવ્હીલર સવાર વૃદ્ધ અને યુવકનું ગંભીર ઈજાથી મોત 1 - image


- ખંભાતના ઉંદેલ ખોડિયાર ચોકડી પાસે

- નિયાજના પ્રસંગમાંથી પરત ફરતા સમયે પરિવારના સભ્યોને અકસ્માત નડયો

આણંદ : ખંભાતના ઉંદેલ ખોડિયાર ચોકડી પાસે ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા ટુવ્હીલર સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ખંભાતના કલમસર ગામે રહેતા આબેદહુસૈન હનીફમીયાં (ઉં.વ.૬૮) અને અમાનઅલી ઈમરાનઅલી સૈયદ (ઉં.વ.૧૮) ધોળીકુઈ ખાતે નિયાજ હોવાથી ઉંદેલ ધોળીકુઈ ગયા હતા. જ્યાંથી પ્રસંગ પુરો કરી બંને ટુવ્હીલર પર બપોરના સમયે પરત આવવા નીકળ્યા હતા. ત્યારે ઉંદેલની ખોડિયાર ચોકડી પાસે પાછળથી આવેલા ટ્રકે ટુવ્હીલરને અડફેટે લેતા ટુવ્હીલર પર સવાર બંને વ્યક્તિઓ નીચે પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મૃતકના પિતા સહિતના ગ્રામજનો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. આ અંગે કલમસર ગામના ઈર્ષાદઅલી યાવરઅલી સૈયદની ફરિયાદના આધારે ખંભાત રૂરલ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.  


Google NewsGoogle News