વહેરા બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
વહેરા બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત 1 - image


- વાસદ- બગોદરા હાઈવે પર અકસ્માત

- બોરસદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો

આણંદ : વાસદ-બગોદરા હાઈવે માર્ગ પર આવેલા બોરસદ તાલુકાના વહેરા બ્રીજ નજીક ગત શનિવાર રાત્રિના સુમારે કોઈ અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર રીતે ઘવાયેલ શખ્સનું સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યું છે. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાસદ-બગોદરા હાઈવે માર્ગ પર આવેલ વહેરા બ્રીજ નજીકથી ગત શનિવાર રાત્રિના સુમારે અજાણ્યો ૬૦ વર્ષના આશરાનો શખ્સ પસાર થઈ રહ્યો હતો દરમ્યાન કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી લાવી ૬૦ વર્ષીય વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. વાહનની ટકક્કર વાગતા આધેડ ઉછળીને રોડ પર પટકાયા હતા. અકસ્માતને લઈ આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ બોરસદ ગ્રામ્ય પોલીસને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થલે દોડી ગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલ આધેડને સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડયા હતા. જો કે સારવાર દરમ્યાન તેઓનું કરુણ મોત નિપજ્યું હતું.


Google NewsGoogle News