વાસદમાં ઝાડ પર ફાંસો ખાઈ યુવકની આત્મહત્યા
- યુવક પરપ્રાંતિય હોવાની આશંકા
- લાશને પીએમ માટે ખસેડી આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરાઈ
આણંદ : આણંદના વાસદ ગામે મહીસાગર મંદીર નજીક ઝાડ સાથે ફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હતો. વાસદ પોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
વાસદ ગામે મહીસાગર મંદિર સામે પાનના ગલ્લાની પાછળ લીમડાના ઝાડ સાથે યુવકે ફાંસો ખાઈ લીધો હતો. આ અંગેની જાણ થતાં વાસદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને ઝાડ પરથી ઉતારી પીએમ માટે નજીકના દવાખાનામાં ખસેડાઈ હતી.
પોલીસે અપમૃત્યુની નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પીએસઆઈએ જણાવ્યંણ હતું કે, યુવક ૨૫થી ૩૦ વર્ષના આશરાનો અને મારવાડી હોવાનું લાગી રહ્યું છે.
હાલ આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે.