પેટલાદમાં મતદાર જાગૃતિ રેલી યોજાઇ મતદાર દિવસની ઉજવણી કરાઈ
- કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ પોસ્ટર્સના માધ્યમથી લોકોને મતદાન અંગે જાગૃત કર્યાં
જે અન્વયે આણંદ જિલ્લાના પેટલાદ ખાતે સ્વીપ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજાઈ હતી. કોલેજ ચોકડીથી આરંભાયેલી આ રેલીને જિલ્લા કલેક્ટર દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એન.કે.હાઈસ્કુલ સુધી યોજાયેલી આ રેલીમાં આવતાં વિવિધ વિસ્તારોના મતદારોને વિદ્યાર્થીઓ દ્વારા અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. રેલીમાં જોડાયેલા પેટલાદ તાલુકાની આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ઈપકોવાલા કોલેજ ઓફ એજ્યુકેશન તથા કોમર્સ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના વિવિધ પોસ્ટર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ રેલી દરમિયાન ઈવીએમ અને વીવીપેટ અંગે એલઈડી મોબાઈલ વાન દ્વારા મતદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ મતદાન રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના પ્રાધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ જોડાયા હતા.