બાકરોલની યુવતી અને સારસાનો આધેડ ગુમ
- આણંદ તાલુકામાંથી 2 વ્યક્તિ ગુમ
- ઘરે જાણ કર્યા વિના ગાયબ થતાં પોલીસને જાણ કરાઈ
આણંદ : આણંદ તાલુકામાંથી વીતેલા દિવસો દરમિયાન બાકરોલની યુવતી અને સારસાના આધેડ રહસ્યમય રીતે લાપત્તા થયા હોવાના બે અલગ-અલગ બનાવો અનુક્રમે વિદ્યાનગર અને ખંભોળજ પોલીસ મથકે નોંધાયા હતા. પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બાકરોલ ગામે ગોવરધન પાર્કમાં રહેતાં જીજ્ઞાાબેન અશોકભાઈ પરમાર (ઉં.વ.૨૩) ગત તા.૨૧મી નવેમ્બરના રોજ ઘરેથી કોઈને કંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થઈ હોવાની અશોકભાઈએ વિદ્યાનગર પોલીસ મથકમાં જાણ કરી હતી.
જ્યારે સારસા ગામે કૈવલ સોસાયટીમાં રહેતા વિજયભાઈ જશભાઈ પટેલ (ઉં.વ.૫૦) ગત તા.૧૯ નવેમ્બર દરમિયાન ઘરેથી કોઈને કંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થયા હોવાની નીશાબેન અશોકભાઈ પટેલે ખંભોળજ પોલીસ મથકમાં જાણ કરી હતી.