આણંદના પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
- ગેરકાયદે કબજો જમાવી ધમકી આપી હતી
- ચિખોદરાના વ્યક્તિએ બેડવા ગામે આવેલી જમીન બંનેને ભાગેથી ખેડવા આપી હતી
ચિખોદરા ગામની રાજોડ તલાવડી નજીક રહેતા સંદિપકુમાર અશોકભાઈ પરમારના પિતાએ વર્ષ ૨૦૦૯માં આણંદ નજીક આવેલા બેડવા ગામની સીમમાં બ્લોક-સર્વે નં.૨૨૯વાળી જમીન પાવર ઓફ એટર્ની હોલ્ડર પાસેાથી વેચાણ દસ્તાવેજાૃથી રાખી હતી.
બાદમાં આ જમીન ફેબુ્રઆરી-૨૦૧૫થી આણંદ શહેરના તુલસી ગરનાળા નજીક આવેલી સહયોગ સોસાયટીમાં રહેતા અનિલભાઈ વોલ્ટરભાઈ ક્રિશ્ચિયન અને તેમના પુત્ર રેનોલ્ડને ભાગેાથી ખેડવા માટે આપી હતી. જો કે બાદમાં પિતા-પુત્રએ આ જમીન ઉપર કબજો જમાવી દીધો હતો. સંદિપકુમારે જમીન ખાલી કરવાનું કહેતા તેમણે આ જમીન હું ખેડુ છુ અને મારી છે તેમ કહી કબજો આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
ત્યારબાદ વારંવાર જમીન પરત મેળવવા પ્રયત્ન કરતા પિતા-પુત્રએ સંદિપકુમારને ધાક-ધમકી આપવાનું ચાલુ કર્યું હતું. જેાથી તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતા કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ તપાસ કરીને લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા ખંભોળજ પોલીસે પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.