90 દિવ્યાંગોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
- આણંદ લોકસભા બેઠક માટે
- 1,773 મતદાન મથકોએ વ્હીલચેર, રેમ્પ તથા સહાયકની સુવિધા ઉપ્લબ્ધ
આણંદ : આણંદ લોકસભા બેઠક માટે સાત વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૩,૭૪૩ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. ચૂંટણીપંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના તેમજ ૪૦ ટકાથી વધુ દિવ્યાંગ મતદારો માટે ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા ઉપ્લબ્ધ કરવામાં આવી છે. જે અંતર્ગત સાત વિધાનસભા મતવિસ્તારમાંથી કુલ ૯૦ દિવ્યાંગ મતદારોએ અત્યારસુધીમાં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે.
જ્યારે મતદાન મથકે જઈ મતદાન કરનાર દિવ્યાંગ મતદારો માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રત્યેક મતદાન મથકે બે વ્હીલચેરની સુવિધા, રેમ્પની સુવિધા ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં ૧,૭૭૩ જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. તે પૈકી સાત મતદાન મથકો એટલે દરેક વિધાનસભા દીઠ એક મતદાન મથક દિવ્યાંગ સંચાલિત મતદાન મથક બનાવવામાં આવ્યું છે.
વિધાનસભા મત વિસ્તારદીઠ દિવ્યાંગ મતદારો
વિધાનસભા દિવ્યાંગ મતદારો
ખંભાત |
૧,૭૫૧ |
બોરસદ |
૧,૯૯૪ |
આંકલાવ |
૧,૭૫૩ |
ઉમરેઠ |
૧,૯૫૭ |
આણંદ |
૨,૨૬૮ |
પેટલાદ |
૨,૦૯૮ |
સોજિત્રા |
૧,૯૨૨ |
કુલ |
૧૩,૭૪૩ |
દિવ્યાંગ મતદારોએ કરેલું પોસ્ટલ બેલેટથી મતદાન
વિધાનસભા |
ઘેરબેઠા
કરેલ મતદાન |
ખંભાત |
૨૫ |
બોરસદ |
૧૫ |
આંકલાવ |
૧૧ |
ઉમરેઠ |
૮ |
આણંદ |
૫ |
પેટલાદ |
૧૯ |
સોજિત્રા |
૭ |
કુલ |
૯૦ |