બનાસકાંઠા જિલ્લામાં 9 ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
બનાસકાંઠા જિલ્લામાં 9 ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો 1 - image


- આણંદ એલસીબીએ ઝડપી લીધો

- પાલનપુર, ડીસા અને દીયોદર સહીત 9 પોલીસ મથકમાં તેની સામે ચોરીના કેસ નોંધાયા હતા

આણંદ : આણંદ એલસીબી પોલીસે ગત રોજ મળેલ ગુપ્ત બાતમીના આધારે આણંદ જિલ્લાના તારાપુરની મોટી ચોકડી ખાતેથી બનાસકાંઠા જિલ્લાના ઘરફોડ ચોરીઓના નવ જેટલા ગુનાઓમાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા ઘરફોડીયાને ઝડપી પાડયો હતો. અઠંગ ઘરફોડીયો ઝડપાતા બનાસકાંઠા જિલ્લામાં થયેલ નવ ઘરફોડ ચોરીઓના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આણંદ એલસીબી પોલીસની ટીમ ગત રોજ નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બનાસકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીઓના ગુનામાં સંડોવાયેલ શખ્સ તારાપુરની મોટી ચોકડી ખાતે આવનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ તારાપુર ચોકડી ખાતે ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

 દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબનો શખ્સ આવી ચઢતા પોલીસે તેને ઝડપી પ ાડયો હતો અને તેના નામઠામ અંગે પૂછપરછ કરતા તે અલ્કેશ ઉર્ફે માદો મેઘજીભાઈ મોહનીયા (રહે.ગરબાડા, દાહોદ. હાલ રહે.તારાપુર) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા અને દીયોદર સહીત ૯ પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં તે સંડોવાયેલ હોવાનું અને છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ અર્થે બનાસકાંઠા પોલીસને હવાલે કર્યો હતો.


Google NewsGoogle News