Get The App

આણંદ શહેરમાં 6 લીટર અખાદ્ય તેલનો નાશ કરાયો

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
આણંદ શહેરમાં 6 લીટર અખાદ્ય તેલનો નાશ કરાયો 1 - image


- નાસ્તા, વેફર્સની 8 દુકાનો, લારીઓમાં ચકાસણી કરાઇ

- જિલ્લામાં 23 પેઢીઓની તપાસ કરીને 33 સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલાયા

આણંદ : આણંદ જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને આણંદ શહેરના વેરાઈમાતા ચોક વિસ્તારમાં આવેલ નાસ્તા, વેફર્સની ૮ દુકાનો/લારીઓની તપાસ કરી ૬ લીટર તેલનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લાની ૨૩ પેઢીઓની તપાસ કરી ખાદ્યચીજના ૩૩ નમુના લઈ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા.

જે અંતર્ગત બ્રીજમોહન સ્વીટ-ખંભાત ખાતેથી હલવાસન અને રતલામી સેવ, સુખડીયા જમનાદાસ મગનલાલ કંપની-ખંભાત ખાતેથી કાજુકતરી અને કલાકંદ, શ્રી ક્રિશ્ના સ્વીટ એન્ડ સ્નેકસ, ખંભાત ખાતેથી કાજુ કતરી અને મીક્ષ ચવાણુ નમકીન, દેવનારાયણ આઇસ્ક્રીમ, બાકરોલ ખાતેથી બદામ શેક, અમેરીકન ડ્રાયફ્ટ આઇસ્ક્રીમ અને ફ્રુટસલાડ, શિવગૃહ ઉદ્યોગ, જોળ ખાતેથી રતલામી સેવ, નડીયાદી ચવાણું અને ઉસળ સેવ, મીઠાશ સુખડીયા ગડબડદાસ બાપુજી કંપની, મેફે રોડ, આણંદ ખાતેથી કેસર બરફી અને પૌવા ચેવડો, મીઠાશ સુખડીયા ગડબડદાસ બાપુજી કંપની, ટાવર બજાર, આણંદ ખાતેથી કાજુ કતરી અને ગાંઠીયા નમકીન, જય ચામુંડા ફરસાણ સ્વીટ, આણંદ ખાતેથી કાજુ કતરી અને મિલ્ક કેક મિઠાઇ, જીતેન્દ્ર રતલામી ફરસાણ હાઉસ, લાંભવેલ ખાતેથી તીખી બુંદી નમકીન અને સેવ નમકીન, સુખડીયા ગડબડદાસ બાપુજી સન્સ કંપની, ઇન્દિરા સ્ટેચ્યુ પાસે, આણંદ ખાતેથી કાજુ કતરી અને મિલ્ક કેક મિઠાઇ, ગંગાપ્રસાદ મિઠાઇવાલા, ઉમરેઠ ખાતેથી ચોકલેટ બરફી, શાંતિવિલાશ હિન્દુ હોટલ, ઉમરેઠ ખાતેથી સેવ ફરસાણ, શ્રી મોમાઇ ફરસાણ માર્ટ, આંકલાવ ખાતેથી બેસન, સેવ ફરસાણ, મોહનથાળ અને મીક્ષ ચવાણુ, જય બજરંગ નાસ્તા હાઉસ, આંકલાવ ખાતેથી જલેબી, પાપડી નમકીન, રિફાઈન્ડ પામોલીન તેલ અને બુંદી સ્વીટ તથા રાજુભાઇ માવાવાલા, આંકલાવ ખાતેથી માવો ના નમુના લઈ તમામ નમુનાઓને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગ્નેટેડ ઓફિસરની યાદીમાં જણાવાયુ છે.


Google NewsGoogle News