Get The App

આણંદ શહેરમાં પીવાના પાણીના 336 ક્લોરીન ટેસ્ટ કરાયાં

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
આણંદ શહેરમાં પીવાના પાણીના 336 ક્લોરીન ટેસ્ટ કરાયાં 1 - image


- અત્યાર સુધી ઝાડા-ઉલટીના 66 કેસ નોંધાયા

- 5 સેમ્પલમાંથી બે ટેસ્ટમાં બીનપીવાલાયક પાણી હોવાનું ખૂલ્યું ક્લોરીનના 118 પોઝિટિવ અને 218 નેગેટિવ ટેસ્ટ આવ્યા

આણંદ : આણંદ શહેરી વિસ્તારમાં અત્યારસુધીમાં ઝાડા-ઉલટીના કુલ ૬૬ કેસો નોંધાયા છે. જે પૈકી ચાર કેસ કોલેરા પોઝીટીવ આવ્યા છે. પીવાના પાણીના કુલ-૩૩૬ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૮ ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે અને ૨૧૮ ટેસ્ટ નેગેટીવ આવ્યા છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આણંદ શહેર વિસ્તારમાં ઝાડા-ઉલટીના દર્દીઓની તપાસ સારવાર અને ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, આણંદ શહેરમાં અત્યાર સુધીમાં ઝાડા-ઉલટીના કુલ-૬૬ કેસ નોંધાયા છે. તે પૈકી ચાર કેસ કોલેરા પોઝીટીવ માલૂમ પડયા છે. 

આરોગ્ય વિભાગની ૨૫ ટીમો બનાવવામાં આવી છે, જેમાં ૪ મેડિકલ ઓફીસર અને ૫૦ પેરામેડિકલ સ્ટાફ કામ કરી રહ્યાં છે. આણંદ શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ ૩,૧૬૮ ક્લોરીન ટેબ્લેટ અને ૨૪૦ ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીના કુલ-૩૩૬ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૮ ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે અને ૨૧૮ ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. પાણીના પાંચ સેમ્પલ લઈને ટેસ્ટ કરાવતા ૩ ટેસ્ટમાં પીવા લાયક જ્યારે બે ટેસ્ટમાં બીનપીવાલાયક માલૂમ પડયું છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિવિધ વિસ્તારમાં ફરી ઝાડા-ઉલ્ટીના કેસની તપાસ કરવામાં આવી રહી છે. 


Google NewsGoogle News