તેલના ભાવ આસમાને પહોંચતા ફરસાણના ભાવમાં 20 થી 25 ટકાનો ભાવ વધારો
- મઠિયા, ચોળાફળી અને સુંવાળી સહિત ફરસાણના વેચાણનો ધમધમાટ
- ગ્રામ્ય વિસ્તારોમાં મઠીયા અને સુંવાળી બનાવવાની પરંપરા યથાવત
દિવાળી પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગૃહિણીઓ મઠિયા તેમજ સુંવાળીની ખરીદીમાં વ્યસ્ત બની છે. તો બીજી તરફ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કેટલીક ગૃહિણીઓએ એકઠા થઈ મઠીયા, સુંવાળી અને ચોળાફળી ઘરે જ બનાવવાની શરૂઆત કરી છે. હાલ ટેકનોલોજીના યુગમાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બનતા કામકાજમાં વ્યસ્ત હોઈ બજારમાંથી તૈયાર મળતી વસ્તુઓની ખરીદી કરવાનું શરૂ કરાયું છે.
આ અંગે ગૃહઉદ્યોગ ધરાવતા વેપારી કિશનભાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વિવિધ કઠોળના ભાવમાં વધઘટ હોવા છતાં ભાવોમાં બેલેન્સ થતા મઠીયા, ચોળાફળીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ કોઈ જ ભાવવધારો નોંધાયો નથી. જો કે તેલના ભાવો વધી રૂા.૨૮૦૦ સુધી પહોંચતા તેની સીધી અસર ફરસાણના ભાવો ઉપર જોવા મળી રહી છે. ફરસાણના ભાવોમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો નોંધાયો છે.
જો કે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કેટલીક ગૃહિણીઓ વર્ષો જુની પરંપરા અનુસાર દિવાળી પર્વ ટાણે મઠીયા, સુંવાળી, ચોળાફળી સહિત વિવિધ ફરસાણ ઘરે જાતે બનાવવાનું પસંદ કરતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં પોળ, ચાલ તેમજ સોસાયટીમાં રહેતી મહિલાઓ આ કામમાં એકબીજાને મદદ કરતી હોવાથી હજુ પણ આ પ્રથા ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત જોવા મળી રહી છે.
પંથકમાં ફરસાણના પ્રવર્તમાન ભાવ
વસ્તુનું
નામ |
ભાવ
(રૂા./કિલો) |
મઠીયા |
૧૮૦ થી
૨૪૦ |
ઘુઘરા
(શુધ્ધ ઘી) |
૩૫૦ થી
૪૦૦ |
ઘુઘરા
(તેલમાં) |
૨૪૦ થી
૩૨૦ |
સુંવાળી |
૧૬૦ થી
૨૪૦ |
ચોળાફળી |
૧૮૦ થી
૨૪૦ |
ફરસાણ |
૨૪૦ થી
૩૨૦ |