ખંભાતના કાણીસા-ટીબા રોડ પરના અકસ્માતમાં વધુ 2 ઇજાગ્રસ્તોના મોત

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
ખંભાતના કાણીસા-ટીબા રોડ પરના અકસ્માતમાં વધુ 2 ઇજાગ્રસ્તોના મોત 1 - image


- રોડની સાઇડમાં ઉભેલા 4 સભ્યોને કારે અડફેટે લીધા હતા

- વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત થયું હતું, બે જણાના સારવાર દરમિયાન મોત થયા, હજુ એકની હાલત ગંભીર

આણંદ : ખંભાતના કાણીસા-ટીંબા રોડ ઉપર ગતરોજ એક કારચાલકે રોડની સાઈડમાં કપડા લેવા ઉભેલ એક જ પરિવારના ચાર સભ્યોને અડફેટે લીધા હોવાના બનાવમાં ૬૫ વર્ષીય વૃધ્ધાનું ઘટના સ્થળે મોત થયા બાદ આજે સારવાર દરમ્યાન એક પાંચ વર્ષીય બાળા સહિત બે ના મોત નીપજતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ખંભાતના કાણીસા-ટીંબા રોડ ઉપર ગતરોજ એક કારચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે હંકારી કાણીસા નજીક રોડની સાઈડમાં કપડા લેવા ઉભેલ એક જ પરિવારના ચાર સભ્યોને અડફેડમાં લીધા હતા. 

આ અકસ્માતમાં ૬૫ વર્ષીય વૃધ્ધા ગંગાબેન ગોહેલનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ વર્ષીય બાળા નિશા સહિત ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલ રાધાબેન જ્યંતિભાઈ ગોહેલને સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પાંચ વર્ષીય દિકરી નિશા ગોહેલને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. દરમ્યાન આજે રાધાબેન ગોહેલ અને નિશા ગોહેલનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.  એક જ પરિવારના ત્રણ સભ્યો મોતને ભેટતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પાયલબેન હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યા તેઓની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, ખેતમજુરી કરી જીવન ગુજરાન ચલાવતા એક જ પરિવારની બે મહિલા તથા એક બાળકીનું મૃત્યું નીપજતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે. ખંભાત ગ્રામ્ય પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News