આણંદ લોકસભા બેઠક માટે 10 ઉમેદવારોના 18 ઉમેદવારી પત્રો ભરાયા
- ખંભાત પેટા ચૂંટણીમાં શુક્રવારે 6 ફોર્મ ભરાયા
- ફોર્મ પરત ખેંચવાની તારીખ પછી ચિત્ર સ્પષ્ટ થશે
આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં ૭ મી મે ના રોજ મતદાન થનાર છે.
આજે ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે આણંદ સાંસદીય મતદાર વિભાગ માટે ૬ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આણંદમાં અત્યાર સુધી ૧૦ ઉમેદવારો દ્વારા કુલ ૧૮ ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યારે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટેની બેઠક માટે આજે છેલ્લા દિવસે ૨ ઉમેદવારો દ્વારા ૫ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો દ્વારા કુલ ૧૦ ફોર્મ ભરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.