આણંદ જિલ્લામાં ફટાકડાના ભાવમાં 10 ટકાનો વધારો
- દિવાળી પર્વે આતશબાજીનું અનેરૂં મહત્વ
- ભાવ વધારા છતાં અબાલ-વૃદ્ધો ફટાકડાની ખરીદી માટે ઉમટયાં કાર્ટુન કેરેક્ટરના ફટાકડાઓએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું
આણંદ : દિવાળી પર્વ દરમિયાન આતશબાજીનું અનેરું મહત્વ રહેલું છે. હાલ બજારમાં દારૂખાનાનું વેચાણ શરૂ થઈ ગયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં ૧૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. તેમ છતાં સારી ઘરાકી નીકળી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દિવાળીને આડે માંડ ત્રણથી ચાર દિવસો બાકી રહ્યા છે, ત્યારે ફટાકડાના વેચાણમાં વૃદ્ધિ આવશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
આણંદ શહેર સહિત જિલ્લામાં રાજમાર્ગો ઉપર ઠેર-ઠેર વેપારીઓએ દારૂખાનાની હાટડીઓ શરૂ કરી દીધી છે. અબાલ-વૃદ્ધો સૌ કોઈ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરતા હોય છે. નાના બાળકો તારામંડળ, કોઠી, ચકરડી જેવા ફટાકડાની આતશબાજી કરી, જ્યારે મોટેરાઓ વિવિધ પ્રકારના બોમ્બ ફોડી પર્વની ઉજવણી કરતા હોય છે. આ અંગે સીઝનલ વેપાર કરતા વેપારીએ જણાવ્યું હતું કે, રો-મટીરીયલના ભાવોમાં વધારો થતાં ચાલુ વર્ષે એકાદ-બે વેરાઈટીને બાદ કરતા ફટાકડાના ભાવોમાં ૧૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. સાથે સાથે ફટાકડાની નીતનવી વેરાઈટીઓ બજારમાં આવવા ઉપરાંત બાળકોને ધ્યાનમાં રાખી કાર્ટુન કેરેક્ટરના વિવિધ ફટાકડાઓએ આકર્ષણ જમાવ્યું છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવાધનમાં આકાશી ફટાકડાનું ચલણ વધતા ચાલુ વર્ષે નિયોન આતશબાજીની માંગ વધી છે.
આણંદની બજારોમાં વેચાતા વિવિધ ફટાકડાના ભાવો
વેરાઈટી |
ભાવ/પેકેટ |
તારામંડળ |
૧૦૦ થી
૨૫૦ |
જમ્બો
તારામંડળ |
૨૦૦ થી
૩૦૦ |
ગરબા
તારામંડળ |
૨૫૦ થી
૩૫૦ |
હીરા |
૬૦ થી ૮૦ |
કોઠી |
૮૦ થી
૪૦૦ |
ચકરડી |
૧૦૦ થી
૩૦૦ |
વિસલ
ચકરડી |
૧૫૦ થી
૨૫૦ |
માટલા
કોઠી |
૧૫૦ થી
૫૫૦ |
સૂતળી
બોમ્બ |
૧૦૦ થી
૨૫૦ |
રોકેટ |
૧૦૦ થી
૩૫૦ |
મેજિક
દોરી |
૧૦૦ થી
૨૦૦ |
પોપઅપ |
૧૦૦ થી
૨૫૦ |