ખંભાતના તડાતળાવ ગામમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા
- ઘરમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો
- 3 લાખ રોકડ જપ્ત : સ્થાનિક પોલીસ ઊંઘતી રહી, એલસીબીએ દરોડો પાડયો
તડાતળાવ ગામે બારૈયા ફળીયા નજીક દશરથભાઈ કાનજીભાઈ બારૈયાના ઘરે કેટલાક શખ્સો પત્તાપાનાનો જુગાર રમતા હોવાની બાતમી રવિવારે રાત્રે આણંદ એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા દશરથભાઈ કાનજીભાઈ બારૈયા (રહે.તડાતળાવ), મુકેશભાઈ ઉર્ફે મુકો લક્ષ્મણભાઈ વાઘેલા (રહે.લક્ષ્મીપુરા, ખંભાત), હાર્દિકકુમાર રમેશભાઈ રાઠોડ (રહે.સાંઠ, તારાપુર), દિલીપભાઈ જેરામભાઈ ચૌહાણ (રહે.સરસલાપુરા, ધોલેરા), ફિરોઝભાઈ અલીભાઈ દિવાન (રહે.ધંધુકા), વિરજીભાઈ જીવરાજભાઈ ચુડાસમા (રહે.ઝાંખી, ધોલેરા), રસિકભાઈ રાવજીભાઈ ચૌહાણ (રહે.વાળીંદા, ધોલેરા), જેસલભાઈ કરમશીભાઈ ધરજીયા (રહે.રાજપુર, ધોલેરા), અંબાલાલ ભીમજીભાઈ પનારા (રહે.ધંધુકા) અને રણજીતસિંહ ખેડૂભા ચુડાસમા (રહે.આંબળી, ધોલેરા)ને ઝડપી પાડયા હતા. એલસીબીએ શખ્સોની અંગઝડતી અને દાવ પરથી રોકડ રૂ.૩.૦૧ લાખ જપ્ત કરી તમામ ૧૦ શખ્સો સામે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.