ડાકોરમાં ફાગણી પુનમના મહા મેળા માટે 10 આરોગ્ય કેન્દ્ર ઉભા કરાશે
- ખેડા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવાશે
- પદયાત્રીઓ માટે 3 મોબાઇલ ટીમ દ્વારા મોનિટરિંગ કરાશે : 4 સ્થળોએ 108 એમ્બ્યુલન્સ સેવાઓ મળી રહેશે : મેડિકલ ઓફિસરની ટીમો સ્ટેન્ડ બાય રખાશે
પદયાત્રી રૂટ પર કુલ-૫ પ્રાથમિક સારવાર કેન્દ્રો આયુર્વેદિક/હોમીયોપેથીક સારવાર મળી રહે તે માટે સારવાર કેન્દ્રો પર આયુર્વેદક/હોમીયોપેથીક તબીબોને ફરજ સોપવામાં આવેલ છે. પીવાના પાણીનું વોટર કવોલીટી મોનીટરીંગ આર.સી.ટેસ્ટ દ્વારા રાસ્કાથી ખાત્રજ ચોકડી, ખાત્રજથી મહુધા ચોકડી અને મહુધાથી વનકુટિર સુધી કુલ-૩ મોબાઈલ ટીમ દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે.
ડાકોર શહેરી વિસ્તારમાં ૩ મોબાઈલ ટીમો દ્વારા પીવાના પાણીની ટાંકી, ટેન્કરોનું કલોરીનેશન હાથ ધરવામાં આવશે અને આર.સી.ટેસ્ટની ચકાસણી હાથ ધરવામાં આવશે. ડાકોર શહેરી વિસ્તારમાં-૭ આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા ધર્મશાળાઓ, હોટલો, લારી-ગલ્લા તથા આશ્રય સ્થાનોમાં કલોરીનેશન, સેનીટેશન અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે.
ડાકોર પદયાત્રી રૂટ તેમજ શહેરી વિસ્તારમાં ફૂડ સેનીટેશનની કામગીરી માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવા જણાવવામાં આવેલ છે. ડાકોર શહેરી વિસ્તારમાં કલોરીનેશન સેનીટેશન તેમજ સ્વચ્છતા જળવાય તે માટે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફીસરને જણાવાયું છે. પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પદયાત્રી રૂટમાં ટેન્કર દ્વારા પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે.
ડાકોર ખાતે પૂનમના આગલા દિવસથી સંભવિત ઈમરજન્સી સેવાઓને ધ્યાને ડાકોર રણછોડજીના મંદિર, ફાગણી પૂનમ એકઝીટ પોઈન્ટની બહાર, શ્રીજી મીઠાઈઘરની બાજુમાં, નગરપાલિકા ડાકોર ખાતે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડાકોર અને ગળતેશ્વર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ પુરી પાડવામાં આવશે. આ મેળાના આગલા દિવસથી મેળો પૂર્ણ થાય તે દરમ્યાન ડાકોર શહેરી વિસ્તારમાં વ્યુહાત્મક સ્થળોએ આરોગ્ય તબીબી રેફરલ સેવાઓ માટે જરૂરીયાત મુજબ આઈ.સી.યુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ સેવાઓ પુરી પાડવામાં આવશે. ડાકોર ખાતે રેફરલ સેન્ટર અને ખેડા, ડાકોર, નડીઆદ ખાતે બેઈઝ હોસ્પિટલ સતત કાર્યશીલ રહેશે. સિવિલ હોસ્પીટલ નડીઆદ તરફથી પદયાત્રી રૂટ ઉપર મોબાઈલ મેડીકલ ટીમ-(૨)નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. સિવિલ હોસ્પિટલ નડીઆદ દ્વારા ડાકોર શહેરનાં ૭ વ્યુહાત્મક સ્થળે તેમજ ગળતેશ્વર નદી ખાતે મળી કુલ ૮ સ્થળોએ મેડીકલ ટીમનું આયોજન હાથ ઘરી,આરોગ્ય અને તબીબી સેવાઓ પુરી પાડશે. ડાકોર ખાતે ઈમરજન્સી રીઝર્વ ટીમ મેડીકલ ઓફીસરની ૧૨ -૧૨ કલાકના અંતરે રાઉન્ડ ધ કલોક ડયુટી ગોઠવવામાં આવશે. મહુધા ચોકડી, ડાકોર ખાતે મેડીકલ ઓફીસરની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
આકસ્મિક પરિસ્થિતિમાં જરૂરી દવાઓ સાથે સાધનસામગ્રીથી સજજ રેફરલ સેવાઓ માટે ખાત્રજ ચોકડી, મહુધા ચોકડી અને પ્રા.આ.કેન્દ્ર અલીણા સહિત કુલ ૩ એમ્બ્યુલન્સની સેવાઓ ઉપસ્થિત રહેશે. સમ્રગ રૂટના સુપરવિઝન મોનીટરીંગ માટે જીલ્લા કક્ષાના ૩ અધિકારીઓને લાયઝન ઓફીસર તરીકે નિમંણૂક કરવામાં આવશે. કોઈપણ રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા કક્ષા તેમજ તાલુકા હેલ્થ કચેરીએથી સતત ૨૪ કલાક મોનીટરીંગ રહેશે. મેળાના સ્થળ ઉપર તેમજ જીલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ સતત કાર્યશીલ રહેશે. કોવીડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક પહેરવા, સેનિટાઇઝેશન વિગેરે બાબતે વ્યવસ્થા મોનીટરીંગ કરવામાં આવશે.