આણંદ જિલ્લામાં 1.27 લાખનો પનીર, મીઠા માવાનો જથ્થો સીઝ
- બોરસદમાંથી અણમોલ રત્ન ઘીનો નમૂનો લઈ 16 હજારનો 28.5 લિટર ઘીનો જથ્થો જપ્ત
બોરસદ ખાતેથી અણમોલ રત્ન ઘીનો નમૂનો લઈ બાકી રહેલા રૂ.૧૬ હજાર જેટલી રકમના ૨૮.૫ લિટર ઘીનો જ્થ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખંભાત પ્રાંતના નેજા હેઠળ જુદી જુદી ૮ મીઠાઈની તેમજ બે ફરસાણની દુકાનોમાં નમૂના એકત્ર કરાયા હતા. ઉપરાંત ૭ એફબીઓ પાસે લાયસન્સ- રજીસ્ટ્રેશન બાબતે તપાસ કરીને મીઠાઈ- ફરસાણના ૪ તેમજ મુખવાસના ૩ નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા છે. આણંદ ફૂડ સેફટી વિભાગ દ્વારા ઓગષ્ટ માસમાં અંબિકા જનરલ સ્ટોર, બોરસદની સ્વામિનારાયણ મીક્ષ ફરાળી લોટ ઉત્પાદક શ્રી શ્રધ્ધા ટ્રેડિંગ, સુરતના નમુનાને ફૂડ એનાલિસ્ટ, ભૂજને મોકલતા તેમાં રાજગરાના લોટમાં ઘઉંના લોટની હાજરી જણાતા સબસ્ટાન્ડર્ડ જાહેર કરીને જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરે જણાવ્યું છે.