Get The App

સાવરકુંડલા નજીક વાહન ચેકિંગ સમયે પોલીસ જવાન પર હુમલો

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
સાવરકુંડલા નજીક વાહન ચેકિંગ સમયે પોલીસ જવાન પર હુમલો 1 - image


વીજપડી આઉટ પોસ્ટ ચોકી ખાતે માથાકૂટ

બાઇક પર નીકળેલા ત્રમ શખ્સોને અટકાવતા ઢીકાપાટુનો માર મારીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા મહિનાઓથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. હવે તો સુરક્ષા કર્મચારીઓ પણ સુરક્ષિત નથી. સાવરકુંડલા રૂરલ પોલીસના ફરજ બજાવતા લોક રક્ષકને છરી બતાવી ત્રણ શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. આ અંગે સાવરકુંડલા પોલીસ મથક ખાતે ગુન્હો નોંધાતા તપાસ શરૂ કરાઇ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા આર્મ લોક રક્ષક અબાયુસન રજાકભાઈ મસ્તકી પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરાયો હતો.આ કર્મચારી વિજપડી આઉટ પોસ્ટ ખાતે ફરજમાં હતા અને ચેકીંગ કરો રહ્યા હતા તે વખતે મોટર સાયકલ ઉભુ રાખતા સારું ન લાગવાને કારણે ઇનાયત ફિરોઝભાઈ ચૌહાણ, જાવેદભાઈ ઇનુસભાઈ શેખ (બંને રહે.વિજપડી) અને એક અજાણ્યા શખ્સ દ્વારા ઝપાઝપી કરી ઢીકાપાટાનો માર માર્યો હતો. આ શખ્સો આટલેથી ના અટકી ઇનાયત નામના શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ત્રણેય શખ્સોએ લોક રક્ષક તેમજ તેની સાથે રહેલ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી હતી.

આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથક ખાતે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News