સાવરકુંડલાના ભાજપ નેતા ચેતન માલાણી પર જીવલેણ હુમલો, તાત્કાલિક હૉસ્પિટલ ખસેડાયા, પૂર્વ સાંસદ પણ પહોંચ્યા
Savarkundla News : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ભાજપના નેતા પર જીવલેણ હુમલો થયો છે. ખડસલી ગામમાં સરકારી જગ્યામાં પાણીનો પંપ બનાવવા મુદ્દે ભાજપના નેતા ચેતન માલાણી પર હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જીવલેણ હુમલો થતા ચેતન માલાણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ તાત્કાલિક તેમને સારવાર માટે અમરેલી સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો પૂર્વ સાંસદ નારણ કાછડીયા સહિતના રાજકીય આગેવાનો પણ હૉસ્પિટલ દોડી ગયા છે.
ભાજપ નેતા ચેતન મલાણી પર હુમલો કોણે કર્યો છે ક્યા કારણે કરવામાં આવ્યો છે તે પોલીસ તપાસ બાદ સામે આવશે. હાલ ભાજપ નેતા સારવાર હેઠળ છે.
જણાવી દઈએ કે, ચેતન માલાણી સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી અને સાવરકુંડલા માર્કેટયાર્ડના ડિરેક્ટર છે. તેમને નારણ કાછડીયાના નજીકના નેતા પણ માનવામાં આવે છે.