Get The App

રાજુલામાં દરિયામાં તણાયેલા યુવાનોને બચાવવા ધારાસભ્ય હીરા સોલંકીએ ડૂબકી મારી, ત્રણને બચાવી લેવાયા

ધારાસભ્યની સાથે યુવાનોને બચાવવા માટે તરવૈયાઓની ટીમ પણ કામે લાગી હતી

Updated: May 31st, 2023


Google NewsGoogle News
રાજુલામાં દરિયામાં તણાયેલા યુવાનોને બચાવવા ધારાસભ્ય હીરા સોલંકીએ ડૂબકી મારી, ત્રણને બચાવી લેવાયા 1 - image



અમરેલીઃ રાજુલામાં ચાર યુવાનો દરિયામાં ડૂબ્યા હોવાની ઘટના બની હતી જેમાંથી ત્રણ યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં તરવૈયા ટીમની સાથે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ યુવાનોને બચાવવા માટે દરિયામાં ડૂબકી લગાવી હતી. દરિયામાં તરવા માટે જાણકાર યુવાનો પણ ધારાસભ્ય હીરા સોલંકીની જેમ યુવાનોને શોધવા માટેની કામગીરીમાં જોડાયા હતા.

રાજુલામાં દરિયામાં તણાયેલા યુવાનોને બચાવવા ધારાસભ્ય હીરા સોલંકીએ ડૂબકી મારી, ત્રણને બચાવી લેવાયા 2 - image

ચોથા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે
અમરેલીના ધારાસભ્ય દરિયા કિનારે પહોંચ્યા પછી તેમણે વિગતો મેળવી હતી કે યુવાનો ક્યાંથી ડૂબ્યા હતા અને કોણ હતા. આ અંગે અગાઉથી જ તેમની શોધખોળ માટે કામગીરી કરવામાં આવી રહી હતી. ધારાસભ્ય હીરા સોલંકી દરિયા કિનારે બાઈક પર બેસીને જ્યાં યુવક ડૂબ્યો હતો તે સ્થળની નજક પહોંચ્યા હતા. આ પછી તેઓ બચાવ કામગીરીની મદદે આવ્યા હતા. ડૂબેલા ચારમાંથી ત્રણ યુવાનોને બચાવી લેવામાં ટીમને સફળતા મળી છે જો કે, ચોથા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

રાજુલામાં દરિયામાં તણાયેલા યુવાનોને બચાવવા ધારાસભ્ય હીરા સોલંકીએ ડૂબકી મારી, ત્રણને બચાવી લેવાયા 3 - image

મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે પહોંચી ગયા
ધારાસભ્ય જ્યારે ગામના દરિયા કિનારે પહોંચ્યા ત્યારે તેમણે સ્થાનિકોને તાત્કાલિક બોટની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપી હતી. એક યુવકની શોધખોળ કરવા માટે મધદરિયે બોટ ઉતારવામાં આવી છે અને શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટના અંગે જાણ થતાં પટવા ગામ સહિત આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે પહોંચી ગયા હતા.


Google NewsGoogle News