Get The App

અમરેલી: સરકાર સાથેની વાટાઘાટ પડી ભાગતા રેશનના દુકાનદારોની હડતાળ યથાવત, તહેવારોમાં ગરીબ-મધ્યમ વર્ગને હાલાકી

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
અમરેલી: સરકાર સાથેની વાટાઘાટ પડી ભાગતા રેશનના દુકાનદારોની હડતાળ યથાવત, તહેવારોમાં ગરીબ-મધ્યમ વર્ગને હાલાકી 1 - image


Demand For Grain Store Licensees : અમરેલી જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ સહિતની વસ્તુઓ લેનારા લોકોની હાલાકીમાં વધારો થશે. જિલ્લામાં રેશનની દુકાનના સંચાલકોએ પોતાની પડતર માગોને લઈને આંદોલન તેજ કર્યું છે. પોતાની પડતર માગો બાબતે સરકાર સાથે થયેલી વાટાઘાટો સફળ ન રહેતા અચોક્કસ મુદતની હડતાળ યથાવત રાખવાનો પરવાનેદારોએ નિર્ણય કર્યો છે. 

રેશનિંગ એસોસિયનની માગ

અમરેલીના ખાંભા તાલુકામાં સસ્તા અનાજની દુકાનના લાયસન્સ ધારકોએ 97 ટકા વિતરણનો ક્રાઈટ એરિયા નાબૂદ કરવા, કમિશનમાં વધારો કરવા, 20,000 કમિશનના પરિપત્રમાં સુધારો કરવા અને કમિશન લઘુતમ વેતન સહીત વિવિધ મુદ્દાઓને લઇને રાજ્ય સરકાર સમક્ષ માગ કરી છે. આ તમામ માગ સાથે દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં તેમની પડતર મુદ્દાઓની માગો સંતોષવામાં ન આવતા પરવાનેદારો ચોક્કસ મુદતની હડતાલ પર ઊતર્યા છે. 

આ પણ વાંચો : અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મુકી રેલવેના જુનિયર એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અંકબંધ

અમરેલી: સરકાર સાથેની વાટાઘાટ પડી ભાગતા રેશનના દુકાનદારોની હડતાળ યથાવત, તહેવારોમાં ગરીબ-મધ્યમ વર્ગને હાલાકી 2 - image

પરવાનેદારોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

આ ઉપરાંત, હડતાલ પર ઉતરેલા દુકાન પરવાનેદારો ઓક્ટોબર મહિનામાં જથ્થો નહીં ઉપાડે તેવું જણાવી રહ્યાં છે. બીજી તરફ, દુકાનદારો દ્વારા જથ્થો નહીં ઉપાડાતા ગરીબ અને મધ્યનો વર્ગના લોકોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આમ જો સરકાર દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં નહી આવે તો, રેશનની દુકાનના પરવાનેદારોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 

અમરેલી: સરકાર સાથેની વાટાઘાટ પડી ભાગતા રેશનના દુકાનદારોની હડતાળ યથાવત, તહેવારોમાં ગરીબ-મધ્યમ વર્ગને હાલાકી 3 - image

ખાંભા રેશનિંગ એસોસિએશનના પ્રમુખે શું કહ્યું? 

ખાંભાના રેશનિંગ એસોસિએશનના પ્રમુખ જુવાનસિંહે જણાવ્યું હતું કે, 'અમરેલી જિલ્લામાં વ્યાજબી ભાવના દુકાનદાર એસોસિએશન દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. જેમાં એસોસિએશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી વિવિધ માંગ અંગે રજૂઆતો કરી છે. અમરેલી જિલ્લાના 11 તાલુકાના મથકના રેશનિંગના દુકાનદારો આંદોલનમાં જોડાયા છે. વિવિધ તાલુકા મથકોમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાશે.'

આ પણ વાંચો : સગીરાનું બે વખત અપહરણ કરી દુષ્કર્મ : વાઘોડિયા તાલુકાના યુવાન સામે બે વખત પોલીસ ફરિયાદ

જો દુકાનદારો અને સરકાર વચ્ચે યોગ્ય સમાધાન નહીં થાય તો તહેવારોના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે હાલાકી પડશે તે નક્કી છે.


Google NewsGoogle News