અમરેલી : 'ગૌમાતા પોષણ યોજના' હેઠળ કામધેનુ ગૌશાળાએ સહાયની રકમ 3 ગણી કરવા માંગ કરી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
અમરેલી : 'ગૌમાતા પોષણ યોજના' હેઠળ કામધેનુ ગૌશાળાએ સહાયની રકમ 3 ગણી કરવા માંગ કરી 1 - image


Amreli News : અમરેલીના જાફરાબાદમાં આવેલી કામધેનુ ગૌશાળામાં વિવિધ ગાયોની સેવા કરવામાં આવી રહી છે. ત્યારે આજે કામધેનુ ગૌશાળા તેમજ ગામના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

જાણવા મળતી વિગત મુજબ ગયા વર્ષના બજેટમાં ગુજરાત સરકારે ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળના પશુ દીઠ પ્રતિદિન રૂપિયા 30 થી સહાય આપવાની જાહેરાત કરી હતી. વર્તમાન બજેટમાં પણ આ યોજના ચાલુ રાખવામાં આવી છે. આ મહત્વપૂર્ણ યોજનાથી ગુજરાત સરકાર ગૌશાળાને બચાવવા માટે પગલા ભરી રહી છે. સંસ્થાને સરકાર દ્વારા જે સબસીડી ચૂકવવામાં આવે છે સંસ્થાના જે ખર્ચ કરવાના હોય છે તેના પૂરતી નથી.

જેના પરિણામે ગૌશાળા કે પાંજરાપોળમાં ગૌસેવા કરવી ખૂબ જ મોંઘી પડી રહી છે અને હાલનો ખર્ચ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે અપાતી 30 રૂપિયા પ્રતિદિનની સહાય ને 100 રૂપિયા પ્રતિદિન કરવામાં આવે. જેથી ગૌશાળામાં યોગ્ય સેવા કરી શકાય. આ બાબતે આજે કામધેનુ ગૌશાળાના સંચાલકો આગેવાનો અને વેપારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જાફરાબાદ શહેરના આગેવાનો અને ગૌસેવકો ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News