ચીની કામદારો ઉપર પાકિસ્તાની સૈન્યના હુમલાઓ
- અલ્પવિરામ
- પાયાના પથ્થરની પ્રદક્ષિણા : બિરસા મુંડા માત્ર એક આદિવાસી નેતા નહોતા - તેઓ ક્રાંતિકારી, આધ્યાત્મિક માર્ગદર્શક અને સામાજિક પરિવર્તનની શક્તિના પ્રતીક હતા
પાકિસ્તાનમાં ચીની કામદારો પર તાજેતરના હુમલાઓએ બંને દેશો વચ્ચે ગંભીર તણાવ પેદા કર્યો છે, જેના કારણે તેમના પરંપરાગત અને મજબૂત સંબંધોમાં તિરાડ પડી છે. પોતાના નાગરિકોની સુરક્ષાના અભાવથી હતાશ થયેલા ચીની અધિકારીઓએ પોતાની નારાજગી સીધી પાકિસ્તાન સરકાર સમક્ષ વ્યક્ત કરી છે. પોતાની ભૂલ સ્વીકારવાને બદલે પાકિસ્તાની અધિકારીઓ ચીની સત્તાધીશોની સામે ગુસ્સો વ્યક્ત કરે છે તેને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો. જોકે હવે પરિસ્થિતિ શાંત થઈ રહી હોવાનું જણાય છે, પણ ચીનની ચેતવણીઓ સ્પષ્ટ છે - તેઓ તેમના દેશના કામદારો માટે વધુ સારી સુરક્ષાની અપેક્ષા રાખે છે, અને તેમના નાગરિકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની છેતરપીંડી કોઈ પણ સંજોગોમાં સહન કરશે નહીં.
ચીન પાસે ચિંતિત થવાનાં સારાં કારણો છે. ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) એક મોટો વિકાસ પ્રોજેક્ટ છે અને તેની સફળતામાં ચીની કામદારો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાજેતરના મહિનાઓમાં, પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર બે મોટા હુમલા થયા છે અને તેના કારણે ચિંતા વધી છે. આમાંની એક ઘટના એક મોટી આંતરરાષ્ટ્રીય મીટિંગ પહેલા બની હતી અને બીજી કરાચીમાં સુરક્ષા ગાર્ડ સાથે સંકળાયેલી અસામાન્ય ઘટના હતી. આ ઘટનાઓ ચીન માટે ચિંતાજનક છે.
ચીની કામદારો પર હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. ઈ. સ. ૨૦૨૩માં ત્રણ અને માર્ચ ૨૦૨૪માં ચાર ઘટનાઓ બની છે. આ વધારો ગંભીર ચિંતાનું કારણ છે. તેના જવાબમાં, પાકિસ્તાન સરકારે સૈન્ય સુરક્ષા માટે વધારાના ૩૫ અબજ રૂપિયા સહિત સૈન્યને નોંધપાત્ર ભંડોળ ફાળવ્યું છે. આ ભંડોળ મહત્ અંશે ચીને આપેલું છે.
તાજેતરનાં વર્ષોમાં CPEC સુરક્ષા માટેના ભંડોળમાં નોંધપાત્ર વધારા સાથે પાકિસ્તાન આર્મીને આથક રીતે ફાયદો થયો છે. એવાં સૂચનો છે કે ચીને તેના કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાના સુરક્ષા નિષ્ણાતો અને ગુપ્તચર કર્મચારીઓને લાવવાની યોજના ઘડી છે. આ પ્રસ્તાવ વિવાદાસ્પદ છે, કારણ કે પાકિસ્તાનની ધરતી પર વિદેશી ગુપ્તચરોને મંજૂરી આપવાથી એ દેશના સાર્વભૌમત્વ સાથે સમાધાન થશે.
પાકિસ્તાનમાં ચીનની ઘુસણખોરી છાને પગલે છેલ્લા એક દાયકાથી ચાલે છે. ભારતીય વિદેશ વિભાગે આ વિશે હંમેશા ચૂપકિદી દાખવી છે. આમ તો ચીનની અનેક પ્રવૃત્તિઓને નજરઅંદાજ કરવાની એનડીએ સરકારને ટેવ છે. મીડિયામાં ગાજવીજ થાય પછી સરકારનું ધ્યાન જાય છે. આજે અરૂણાચલની જે સ્થિતિ છે એના તરફ કેન્દ્ર સતત આંખ કાન બંધ રાખે છે. અરૂણાચલ એ આવતીકાલનું મણિપુર છે. મણિપુરના ઉગ્રવાદીઓ પાસે ચીની શાોનો ભંડાર છે. જે શો ઝડપાયાં છે એનું ઉત્પાદન ગોત્ર સરકાર છુપાવે છે.
(૨)
બિરસા મુંડા માત્ર એક આદિવાસી નેતા નહોતા - તેઓ ક્રાંતિકારી, આધ્યાત્મિક માર્ગદર્શક અને સામાજિક પરિવર્તનની શક્તિના પ્રતીક હતા. તેમણે તેમના લોકોને પોતાના અધિકારો અને સ્વતંત્રતા માટે લડી રહેલા યુવાનોને પ્રચંડ પડકારો સામે ઊભા રહેવા માટે તૈયાર કર્યા હતા. ભારતની સ્વતંત્રતાની લાંબી યાત્રા અનેક સંઘર્ષોથી ભરેલી છે. આ સંઘર્ષોમાં ઘણા આદિવાસી સમુદાયોનો ઈતિહાસ પણ સામેલ છે. આ સમુદાયોએ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન હેઠળ શોષણ અને જુલમનો સામનો કરવો પડયો હતો. જ્યારે મુખ્ય પ્રવાહનો ઇતિહાસ મોટાભાગે મુખ્ય ઘટનાઓ અને પ્રખ્યાત નેતાઓને જ હાઈલાઈટ કરે છે, ત્યારે આદિવાસી ચળવળો હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે. બિરસા મુંડાની કહાની દેશભરના આદિવાસી લોકો માટે પ્રતિકાર અને આશાના પ્રતીક તરીકે અમર થઇ ગઈ છે.
બિરસા મુંડાનો જન્મ ૧૮૭૫માં ઉલિહાટુ નામના ગામમાં થયો હતો, જે હવે ઝારખંડમાં આવેલું છે. નાનપણથી, તેમણે તેમના લોકો દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓ - બ્રિટિશ શાસન, મકાનમાલિકો અને મિશનરીઓ દ્વારા અવરોધ વગેરેનો સામનો કરવો પડયો હતો. આ અનુભવોએ તેમને એક એવા નેતા બનાવ્યા જે આખરે 'ધરતી આબા' અથવા 'પૃથ્વીના પિતા' તરીકે ઓળખાયા. બિરસાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉપદેશોએ આદિવાસી સમુદાયોને એક કર્યા. તેમના વડપણ હેઠળ સમુદાયોએ તેમની પરંપરાઓ જાળવી રાખવાના અધિકાર પાછા મેળવવાની મુહિમ ઉપાડી અને પોતાની જમીનો પર ફરીથી દાવો કરવાનો જુસ્સો મેળવ્યો.
અંગ્રેજોએ ભારે કર લાદ્યો અને આદિવાસીઓની જમીનો કબજે કરીને આખાય સમુદાયને ગરીબીમાં ફસાવી દીધો. જંગલો જ આદિવાસીઓનું ઘર હોય છે અને તેઓનું ઘર અંગ્રેજોએ છીનવી લીધું હતું. અંગ્રેજો માટે જંગલો એટલે વધુ આવક ઊભી કરવાના ોત. જંગલોને હડપવાની અંગ્રેજવૃતિ પરંપરાગત આદિવાસી પ્રથાઓને વિક્ષેપિત કરી રહી હતી અને તેમની સંસ્કૃતિને જોખમમાં મૂકતી હતી. આ આથક શોષણને કારણે આદિવાસી જૂથો દ્વારા અનેક વિદ્રોહ થયા, જેમાં બિરસા મુંડાની આગેવાની હેઠળનો ઐતિહાસિક બળવો પણ સામેલ હતો.
૧૮૯૦ ના દાયકામાં, બિરસા મુંડાએ ધઉલ્ગુલાનધ એટલે કે 'ઉથલપાથલદનું નેતૃત્વ કર્યું. તે ચળવળનો હેતુ જે આદિવાસીઓની જમીનો અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનો હતો. તે માત્ર બ્રિટિશ શાસન સામેની લડાઈ નહોતી, પરંતુ આદિવાસીઓની ઓળખ અને જીવનશૈલીને જાળવી રાખવાની લડાઈ હતી. બિરસાનું નેતૃત્વ રાજકારણથી પર હતું. તેમણે એકતા, શુદ્ધતા અને પરંપરાગત મૂલ્યોમાં પાછા ફરવા પર ભાર મૂક્યો હતો. તેમણે દરેક આદિવાસી સમુદાયને અન્યાય સામે સ્થિર ઊભા રહેવાની અને જુલ્મી શાસકો સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપી.
બિરસા મુંડાની ચળવળને ઉગ્ર પ્રતિકારનો સામનો કરવો પડયો અને આખરે ચળવળ દબાવી દેવામાં આવી. તેમ છતાં, તેમના આદર્શો જીવંત રહ્યા. તેમની ચળવળોએ અન્ય પ્રાદેશિક વિદ્રોહને વેગ આપ્યો અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપી. તે હિંમત અને નિશ્ચયનું પ્રતીક બની, જે દર્શાવે છે કે એક વ્યક્તિ પણ નોંધપાત્ર તફાવત લાવી શકે છે. તેમનો વારસો એ યાદ અપાવે છે કે ન્યાય માટેની લડાઈ માત્ર રાજનીતિ નથી પણ સંસ્કૃતિ, જમીન અને આધ્યાત્મિક માન્યતાઓને આદર સાથે પરંપરા જાળવી રાખવાની ટેક છે.
બિરસા મુંડાનો મેસેજ આજે પણ પ્રાસંગિક છે. તેમણે જમીન અતિક્રમણ, વિસ્થાપન અને શોષણ જેવા અનેક પડકારો સામે અવાજ ઉઠાવ્યો, જે આજે પણ આદિવાસી સમુદાયો માટેના સળગતા અને પ્રસ્તુત મુદ્દાઓ છે. તેમની સ્મૃતિનું સન્માન કરવાનો અર્થ પંદર નવેમ્બરે તેમની જન્મજયંતિની ઉજવણી કરવાથી પૂરો નથી થતો, પરંતુ આજે પણ તેમની જમીનોનું રક્ષણ કરવામાં આવે છે અને તે સમુદાયોનાં બાળકોને શિક્ષણ, આરોગ્ય સંભાળ અને તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તો તેમનું બલિદાન વધુ લેખે લાગે એવું કહી શકાય. ૨૦૨૨માં, તેમની જન્મજયંતિને 'આદિવાસી ગૌરવ દિવસ' તરીકે જાહેર કરવામાં આવ્યો.