For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
election banner

Live

  • May 8, 2024 | 1:55 PM

    ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી સામ પિત્રોડાનું રાજીનામું, કોંગ્રેસે સ્વીકારી પણ લીધું

    સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે તેના રાજીનામાંનો સ્વીકાર પણ કરી લીધો છે. આ અંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશે માહિતી આપી છે. જણાવી દઈએ કે, સામ પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ ભારતના અલગ-અલગ ભાગોમાં રહેતા લોકો અંગે વિવાદિત રીતે સરખામણી કરી હતી.

    Read Article
  • May 8, 2024 | 11:49 AM

    દાહોદમાં બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા

    દાહોદમાં બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી કરશે. રિપોર્ટ આવ્યા બાદ એ બૂથ પર ફેર મતદાન કરાવવું કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. બુથ અધિકારી સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. કર્મચારી, પ્રિસાઈડિંગ ઓફિસર સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

    Read Article
  • May 8, 2024 | 11:33 AM

    દાહોદના મહીસાગરમાં બુથ કેપ્ચરિંગ કરનારા ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરની ધરપકડ

    મહિસાગરના DyPS જે.જી. ચાવડાએ કહ્યું કે, બે આરોપી વિજય ભાભોર અને મગન ડામોરની ધરપકડ કરાઈ છે. અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બુધમાં મોબાઈલ સાથે લાઇવ સ્ટ્રીમિંગ કરાયું છે. કલેક્ટરની ફરિયાદ અને વીડિયોના આધારે તપાસ ચાલુ છે. બીજા સ્થળો પર પણ વિવાદની ફરિયાદ મળી છે.

    Read Article
  • May 8, 2024 | 11:32 AM

    ‘દોસ્ત, દોસ્ત ના રહા...’, વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે ખડગેનો વળતો જવાબ

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન મામલે વળતો જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા...! ત્રણ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાને આજે પોતાના જ મિત્રો પર નિશાન તાક્યું છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી ડગમગી રહી છે. આ જ ચૂંટણી પરિણામોનો સાચો ટ્રેન્ડ છે.’

    Read Article
  • May 8, 2024 | 9:55 AM

    તો અંબાણી-અદાણી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? PM મોદીના નિવેદન બાદ ઊભો થયો મોટો સવાલ

    તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી ઉઠીને ‘પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ’ની માળા જપતા હતા. જો કે તેમનો રાફેલવાળો કેસ ગ્રાઉન્ડેડ થઈ ગયો ત્યારે તેમણે નવી માળા જપવાની શરૂઆત કરી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શહેજાદા જાહેર કરે કે, તેમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે?’ તેલંગાણાના કરીમ નગરમાં આયોજિત એક ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આ ગંભીર આરોપ લગાવ્યા હતા.

    Read Article
  • May 8, 2024 | 9:55 AM

    ગુજરાતમાં ઓછું મતદાન થવાના જાણો કારણ, ભાજપને આ બેઠકો પર નુકસાન થવાનો દાવો

    લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર કુલ 59.49 ટકા મતદાન નોંધાયું. જે છેલ્લી બે ટર્મ 2014 અને 2019 કરતા ઓછું છે. લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં 64.12 ટકા મતદાન થયું હતું. જે આ વર્ષના મતદાનથી 4 ટકા જેટલું વધારે છે. આ ચૂંટણીમાં સૌથી વધુ વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં ઓછું મતદાન થવાના કેટલાક કારણો સામે આવ્યા છે. આમ, ગુજરાતમાં પાછલા 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન થયું છે.

    Read Article
  • May 8, 2024 | 9:44 AM

    'મશીન-બશીન આપણા બાપનું જ..', ભાજપના નેતાના પુત્રએ EVM કેપ્ચર કરીને વીડિયો લાઈવ કર્યો

    ગુજરાત સહિત દેશના 11 રાજ્યોની 93 બેઠક મંગળવાર (સાતમી મે)એ મતદાન થયું હતું. ગુજરાતમાં પાંચ વિધાનસભા સાથે 25 લોકસભા માટે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. જોકે દાહોદ લોકસભા બેઠક પર ઈવીએમ કેપ્ચરીંગની ઘટના સામે આવી હતી. જેનો વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બૂથ કેપ્ચરીંગ બીજા કોઈએ નહીં પણ ભાજપ નેતાના જ પુત્રએ કર્યું છે.

    Read Article
  • May 8, 2024 | 8:54 AM

    '2.5 કરોડ આપો EVM હેક કરી વોટ વધારી દઉં...' શિવસેનાના નેતા પાસે લાંચ માગનાર આર્મી જવાન પકડાયો

    લોકસભા ચૂંટણીની વચ્ચે શિવસેના નેતા અંબાદાસ દાનવે પાસે સેનાના જવાને ઈવીએમ હેક કરી વોટ વધારવા માટે 2.5 કરોડ રૂપિયાની માગણી કરી. પોલીસે આ મામલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર શહેરમાં સેનાના જવાનની ધરપકડ કરી લીધી છે.

    Read Article
  • May 8, 2024 | 5:52 AM

    'રૂપાલા ભાજપના કોઈપણ હોદ્દા પર હશે ત્યા સુધી....', ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનનું મોટું નિવેદન

    ગુજરાત સહિત 11 રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે થયું હતું. પરંતુ ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલાને લઈને હજુ પણ નારાજગી યથાવત છે. ક્ષત્રિય સમાજના આગેવાને કહ્યું કે જ્યાં સુધી પરશોત્તમ રૂપાલા ભાજપના કોઈપણ હોદ્દા પર હશે ત્યા સુધી અમે રૂપાલાનો વિરોધ કરીશું.

    Read Article
  • May 8, 2024 | 3:51 AM

    'ગુજરાતમાં ભાજપ 7 બેઠક હારશે, 4 પર રસાકસી..', ક્ષત્રિય સમિતિના દાવાથી ભાજપ ટેન્શનમાં!

    ગુજરાતમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ થઈ છે. મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતીએ દાવો કર્યો છે કે, ગુજરાતમાં ભાજપ સાત બેઠકો ગુમાવશે. જયારે ચાર બેઠકો પર ભારે રસાકસી છે. ખુદ ભાજપ માને છે કે, ક્ષત્રિય આંદોલનને કારણે નુકશાન વેઠવું પડે તેમ છે.

    Read Article