છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાયા
છોટાઉદેપુર તા.21 જુલાઇ 2020 મંગળવાર
છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં એક અને રંગપુર સઢલી સહિત બે પુરૃષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ નોંધાયો છે.છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19 તા 21 સુધી 110 કેસ જાહેર થયા છે. તા 20 ના રોજ માત્ર 17 સેમ્પલ ટેસ્ટ અર્થે વડોદરા મોકયા હતા.તેના રિઝલ્ટ પેન્ડિંગ છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તા 21 ના 190 સેમ્પલ વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં મોકલ્યા છે.આ પૈકી 74 વ્યક્તિઓને રજા આપી છે. હાલમાં 31 વ્યક્તિઓ સારવાર લઈ રહી છે. અને 4 ના મોત થયા છે.