For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટિન્કર ટોય .

Updated: Apr 26th, 2024

ટિન્કર ટોય                                              .

પ્લા સ્ટિક કે લાકડાના ચોરસ, ત્રિકોણ અને ગોળાકાર ટુકડાઓ જોડીને વાહનો, મકાનોના મોડેલ બને તેવા સેટના રમકડા લોકપ્રિય છે. આ રમકડાં બાળકો ઘરમાં બેસીને રમી શકે છે. આ રમકડાથી બાળકોમાં સર્જનશક્તિ વિકસે છે અને આનંદ પણ મળે છે. આ રમકડાને ટિન્કર ટોપ કહે છે. આજે મળતા સેટમાં ચોક્કસ પ્રકારના વાહનો કે મકાનોના મોડેલ બને તેવી અનુકૂળતા વાળા આકારોના સેટ હોય છે. પરંતુ મૂળભૂત ટિન્કર ટોય તો વધુ રોમાંચક છે.

ટિન્કર ટોયની શોધ ૧૯૧૪ માં ચાર્લ્સ પાજુ અને રોબર્ટ પેટિરે કરેલી. અમેરિકાની અને રમકડા બનાવતી ફેક્ટરીમાં તેઓ કામ કરતા હતા. તેમણે બનાવેલા સેટમાં લાલ, લીલા અને ભૂરા રંગની લાકડાની સળીઓ, લાકડાના ચોરસ કે જેમાં લાકડી ખોસી શકાય તેવા જ છિદ્રો હોય. છિદ્રોવાળા લાકડાના ત્રિકોણાકાર ટૂકડાઓ અને થોડા ગોળાકાર પૈડા કે જેની વચ્ચે લાકડી ખોસી શકાય તેવું છિદ્ર અને ઉપર પણ છિદ્ર હોય. આ સેટથી વડે બાળકો સળીના સામ સામે છેડે પૈડા કે ચોરસ ટૂકડા ખોસી તેના બીજા છિદ્રમાં બીજી સળી ખોસે તે સળીના બીજે છેડે વળે પૈડું ખોસે આમ, પોતાની કલ્પના શક્તિ વડે જાતજાતના આકારો, ઉપજાવી શકાય. એક જે સેટમાંથી રેલગાડી પણ બને અને મકાન કે કિલ્લો પણ બને. બુલ્ડોઝર, ઊંટડા કે ટીવીના ટાવરનું મોડેલ પણ બને. પવનચક્કી પણ બને. ટિન્કર ટોયઝ વિશ્વભરમાં લોકપ્રિય થયા બાદ અન્ય સેટો પણ વિશ્વપ્રસિધ્ધ થયા છે.

Gujarat