For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૌથી ઝડપી પ્રાણી ચિત્તો

Updated: Apr 26th, 2024

સૌથી ઝડપી પ્રાણી ચિત્તો

ચિ ત્તો વિશ્વનું સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી છે. કલાકના ૧૧૩ કિલોમીટરની ઝડપે દોડી શકે છે અને આ ઝડપ ગણતરીની સેકંડમાં જ મેળવી લે છે. જોકે થોડી વારમાં જ થાકીને ધીમા પડે છે.

* ચિત્તો તેના કુળનું સૌથી નાનું પ્રાણી છે. તેનું વજન ૪૫ થી ૫૦ કિલો હોય છે.

* ચિત્તાના ચહેરા પર આંખથી મોં સુધી કાળી રેખાઓ તેની વિશિષ્ટતા અને ઓળખ છે.

* ચિત્તા મોટેથી ગર્જના કરી શકતા નથી.

* ચિત્તાની નજર શક્તિશાળી હોય છે. તે માત્ર દિવસે જ શિકાર કરે છે.

* ચિત્તા ઝાડ પર ચડી શકતા નથી.

* ચિત્તા સ્વભાવે ડરપોક છે તે બીજા હિંસક પ્રાણી સાથે લડતાં નથી.

* ચિત્તા ચાર પાંચ દિવસ પાણી વિના ચલાવી લે છે.

* ચિત્તાની મુખ્ય પાંચ જાત છે. એશિયન ચિત્તા, નોર્થ આફ્રિકન ચિત્તા, સાઉથ આફ્રિકન ચિત્તા, સુદાન ચિત્તા અને ટાન્ઝાનિયન ચિત્તા.

* ચિત્તાના શરીર પર લગભગ ૨૦૦૦ કાળાં ટપકાં હોય છે. દરેક ટપકું લગભગ દોઢથી બે ઈંચ વ્યાસનું હોય છે.

* વિવિધ પ્રકારના ચિત્તા બિલાડીના મ્યાઉંથી માંડીને થોડી સેકંડના ઘૂરકિયા કરી શકે છે. મોટો અવાજ કરી શકતા નથી.

* ચિત્તાની સુંઘવાની શક્તિ વધુ હોય છે તે જમીન સુંઘીને રસ્તો  શોધી શકે છે.

* દોડતી વખતે ચિત્તા દર મિનિટે ૧૫૦ વખત શ્વાસ લે છે. સામાન્ય રીતે તેના શ્વાસોચ્છવાસની ઝડપ મિનિટે ૬૦ની છે.

* દોડતી વખતે ચિત્તાના શરીરની ગરમીમાં ૫૦ ટકાનો વધારો થાય છે તે ૫૦૦ મીટર કરતાં વધુ લાંબુ અંતર ઝડપથી દોડી શકતા નથી.

Gujarat