For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એમોનિયા વાયુનો શોધક ફ્રિટ્ઝ હેબર .

Updated: Apr 26th, 2024

એમોનિયા વાયુનો શોધક ફ્રિટ્ઝ હેબર                     .

- વિશ્વના વિજ્ઞાનીઓ

પૃ થ્વીની ફરતે વાયુમંડળમાં ઘણા વાયુઓ છે. પ્રાચીનકાળમાં માણસ વાતાવરણને માત્ર વાયુ તરીકે ઓળખતો. અગ્નિની જેમ તેને દેવતા તરીકે પૂજતો. વિજ્ઞાનીઓ હવાનુ પૃથ્થકરણ કરીને તે વિવિધ પ્રકારના વાયુઓની બનેલી છે તે શોધી કાઢયું. ઓક્સિજન, હાઈડ્રોજન, વગેરે વાયુઓની શોધ થઈ તેમાં એમોનિયા વાયુ કૃષિ ક્ષેત્રે ઉપયોગી છે. તેની શોધ ફ્રિટઝ હેબર નામના વિજ્ઞાનીએ કરેલી. ફ્રિટઝ હેબર કેમિસ્ટ્રીનો પિતામહ કહેવાય છે. ૧૯૧૮માં તેને એમોનિયાની શોધ બદલ કેમિસ્ટ્રીનું નોબેલ ઇનામ મળેલું.

હેબરનો જન્મ ઇ.સ.૧૮૬૮ના ડિસેમ્બરની નવમી તારીખે જર્મનીના બ્રેસલાઉમાં થયો હતો. હાલ આ શહેર પોલેન્ડમાં છે,  તેના પિતા અગ્રણી વેપારી હતા, હેબરે હાઈડલબઝ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રીનો અભ્યાસ કરેલો. હેબરે ઝેરી વાયુઓની શોધ કરી તેનો કેમિકલ શસ્ત્રો તરીકે ઉપયોગ કરવાની પધ્ધતિ શોધેલી. તેની  આ હિંસક શોધથી શરમ અનુભવી તેની પત્ની અને પુત્રે આત્મહત્યા કરેલી. ત્યાર બાદ તે વિજ્ઞાની કેમિકલ ફેક્ટરીમાં જોડાયો. ઇ.સ.૧૮૯૪ થી ૧૯૧૧ સુધી વિવિધ પ્રયોગો કરી તેણે એમોનિયા વાયુ શોધ્યા. આ ક્રાંતિકારી  શોધ હતી. આ પધ્ધતિને 'હેબર પ્રોસેસ' નામ અપાયું.

પ્રથમ વિશ્વયુધ્ધમાં હેબરે કેમિકલ શસ્ત્રોના ઉપયોગમાં મહત્વની ભૂમિકા ભજવેલી. ઝેરી વાયુથી બચવા ગેસ માસ્ક પણ તેણે જ શોધેલો. તેની આ સંહારક શોધો બદલ વિશ્વભરમાં તે અણમાનિતો બન્યો અને ટીકાનો ભોગ બનેલો. પરંતુ જર્મનીની સેનાએ તેને ઘણા સન્માન આપેલા. જીવનના પાછલા વર્ષોમાં તે ઇંગ્લેન્ડ જઈ વસેલો. ૧૯૩૪ના જાન્યુઆરીની ૨૯ તારીખે તેનું અવસાન થયું હતું.

Gujarat