For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

World Cup 2027 : ICCની મોટી જાહેરાત, વર્લ્ડકપ ચેલેન્જ લીગ માટે 12 ટીમના નામ જાહેર કર્યા

Updated: Mar 28th, 2024

Article Content Image

World Cup 2027 : ICCએ 2027માં યોજાનાર મેન્સ ક્રિકેટ વર્લ્ડકપને ધ્યાને રાખી આજે મોટી જાહેરાત કરી છે. આ વર્ષના અંતે વર્લ્ડકપ ચેલેન્જ લીગ યોજાવાની છે, જેના માટે આઈસીસીની 12 ટીમોના નામ જાહેર કર્યા છે. આ ટીમોને છ-છ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આ ટીમોમાંથી કુલ ચાર ટીમને વર્લ્ડકપ-2027 માટે ક્વોલિફાઈ થવાની તક મળશે.

વર્લ્ડકપ ચેલેન્જ લીગમાં આ ટીમો લેશે ભાગ

ICCએ વર્લ્ડકપ ચેલેન્જ લીગ માટે ‘A’ ગ્રૂપમાં ડેનમાર્ક, જર્સી, કેન્યા, કુવૈત, પાપુઆ ન્યૂ ગિની અને કતારને જ્યારે ‘B’ ગ્રૂપમાં બહેરીન, હોંગકોંગ ચીન, ઈટાલી, સિંગાપુર, તંજાનિયા અને યુગાન્ડાને સ્થાન આપ્યું છે. બંને ગ્રૂપની વિજેતા અને રનરઅપ ટીમ એટલે કે ચાર ટીમોને વર્લ્ડકપ ક્વોલિફાયર પ્લેઓફમાં પહોંચવાની તક મળશે. 

વર્લ્ડકપ ચેલેન્જ લીગ માટે પહેલાથી જ આઠ ટીમોની પસંદગી થઈ ગઈ છે, જોકે ચેલેન્જ લીગ પ્લેઓફની ચાર ટોપ ટીમોને તાજેતરમાં જ સામેલ કરાઈ છે, જેમાં બહેરીન, ઈટાલી, કુવૈત અને તંજાનિયાનો સમાવેશ થાય છે. જોકે હજુ સુધી બંને ગ્રૂપોની મેચોના શેડ્યૂલની જાહેરાત કરાઈ નથી. આ ટીમો વચ્ચે 2024થી 2026 વચ્ચે ત્રણ રાઉન્ડની રોબિન સિરિઝ રમાશે.

Gujarat