For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વિવાદ? બાબર આઝમ અને ઈમાદ વસીમનો વીડિયો વાયરલ

Updated: May 7th, 2024

ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વિવાદ? બાબર આઝમ અને ઈમાદ વસીમનો વીડિયો વાયરલ

Image: Facebook

Pakistan Cricket Team: ICC ટી20 વર્લ્ડ કપ 2024 માટે પાકિસ્તાન સ્કવોડની જાહેરાત હજુ થઈ નથી. પાકિસ્તાને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર જવા માટે 17 સભ્યની સ્કવોડની જાહેરાત કરી છે અને તેમાંથી 15 ખેલાડી ICC ટી20 વર્લ્ડ કપ માટે ફાઈનલ કરવામાં આવશે. પાકિસ્તાન ટી20 સ્કવોડમાં મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમની વાપસી થઈ છે. આ બંનેની કેપ્ટન બાબર આઝમ સાથે થોડા સમય પહેલા સુધી ખાસ મિત્રતા નહોતી. બંનેએ જ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ પરંતુ ICC ટી20 વર્લ્ડ કપ 2024ના થોડા સમય પહેલા બંનેએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસનો નિર્ણય પાછો લીધો અને પાકિસ્તાન સ્કવોડમાં વાપસી કરી. પાકિસ્તાનની પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એવું લાગી રહ્યું છે કે કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ આમિરની વચ્ચે થોડો અણબનાવ જોવા મળી રહ્યો છે.

આ વીડિયો કેટલો સાચો છે કે ખોટો તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે કેમ કે આને અલગ-અલગ સોશિયલ મીડિયા હેન્ડલથી શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં કેપ્ટન બાબર અને ઈમાદ કોઈ વાતને લઈને વિવાદ કરતા નજર આવી રહ્યાં છે. થોડા સમય પહેલા જ ઈમાદ વસીમે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે તેને બાબર આઝમ પ્રત્યે કોઈ તકલીફ નથી.

ઈમાદ વસીમે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે 'મારો બાબર આઝમ સાથે કોઈ ઈશ્યૂ નથી, તે ટીમનો કેપ્ટન છે અને અમે સૌ તેને સપોર્ટ કરી રહ્યા છીએ. શક્ય છે કે બાબર આઝમને એટલા માટે ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો છે કેમ કે તે અમને વર્લ્ડ કપ ટ્રોફી અપાવશે'. ICC વર્લ્ડ કપ 2023 ભારતમાં રમાયો હતો જ્યાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ સેમિફાઈનલમાં પહોંચી શકી નહોતી. તે બાદ પાકિસ્તાન ટીમ જ્યારે સ્વદેશ ફરી તો બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપથી રાજીનામુ આપી દીધુ. શાન મસૂદને પાકિસ્તાનનો નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો જ્યારે શાહીન અફરીદીને નવો ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એક વાર ફરીથી લિમિટેડ ઓવર ફોર્મેટની કેપ્ટનશિપ બાબર આઝમને સોંપવામાં આવી છે.

Gujarat