For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગેમ કેરેકટર્સ એઆઈથી બને છે જીવંત

Updated: Apr 21st, 2024

ગેમ કેરેકટર્સ એઆઈથી બને છે જીવંત

- øku{{ktLkkt Ìkw{Lk ftxÙku÷ rðLkkLkkt fuhuõxMko yuykR [uxçkkuxLke su{ ðkík[eík fhðk ÷køÞkt Au

તમારા સ્માર્ટફોનમાં હલકી ફૂલકી ગેમ્સ રમવાનો તો તમને અનુભવ હશે પરંતુ આજના સમયની ‘અલગ’ પ્રકારની ડિજિટલ ગેમનો કદાચ તમને ખાસ પરિચય ન પણ હોય. બીજી તરફ ખાસ કરીને યંગ જનરેશન આવી ગેમ્સમાં માહેર બની ગઈ છે. અહીં જે વાત કરવી છે એ યંગસ્ટર્સને મજા પડે તેવી છે. તેમની સાથોસાથ આપણી દુનિયા કઈ દિશામાં આગળ વધી ગઈ છે એ પણ તમને જાણવા મળશે - નવા સમયની ડિજિટલ ગેમ્સનો તમને પૂરો અનુભવ ન હોય તો પણ.

આપણે થોડી પાયાથી વાત કરીએ.

ડિજિટલ વીડિયો ગેમ્સ જુદા જુદા ઘણા પ્રકારની હોય છે તેમાં અમુક પ્રકારની ગેમ્સમાં યૂઝર પોતે કોઈ કેરેકટર પ્લે કરે છે અને ગેમમાંના અન્ય પ્લેયર/કેરેકટર્સ સાથેના ઇન્ટરએકશનની મદદથી ગેમમાં અલગ અલગ લેવલ્સ પાર કરતા જાય છે. જો આવી ગેમ મલ્ટિપ્લેયર પ્રકારની હોય તો તેમાં આખી દુનિયાના જુદા જુદા ખૂણેથી, એકમેકથી અજાણ્યા પ્લેયર્સ એક સાથે ગેમ રમવાનો આનંદ માણી શકે.

આવી ગેમમાં સ્ક્રીન પર જોવા મળતા કેરેકટર બે પ્રકારનાં હોય. એક, જે અન્ય પ્લેયરને જ રિપ્રેઝન્ટ કરતા હોય એટલે કે સ્ક્રીન પર દેખાતું કેરેકટર અન્ય કોઈ જીવતા જાગતા હ્યુમન પ્લેયરથી કંટ્રોલ્ડ હોય અને એ કેરેકટર પેલા હ્યુમન પ્લેયરની સૂચના પ્રમાણે સ્ક્રીન પર વર્તે.

બીજી તરફ ગેમમાં ઘણાં કેરેકટર ‘નોન પ્લેયેબલ કે  નોન પ્લેયર કેરેકટર’ પણ હોય. આવા કેરેકટર પર કોઈ હ્યુમન પ્લેયરનો અંકુશ ન હોય. તેના પર ફક્ત ગેમની સિસ્ટમ એટલે કે કમ્પ્યૂટરનો અંકુશ હોય. આવા કેરેકટર હ્યુમન પ્લેયર્સના સાથમાં કામ કરે કે તેની વિરુદ્ધ પણ હોઈ શકે.

આ તો નવા સમયની ડિજિટલ ગેમ કઈ રીતે રમાતી હોય છે તેની વાત થઈ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઇથી તેમાં કેવાં અજીબોગરીબ પરિવર્તનો આવી રહ્યાં છે તેની વાત કરીએ. અમુક ગેમ્સમાં હ્યુમન પ્લેયર્સ એકમેકથી અજાણ્યા હોય તો પણ ગેમના સ્ક્રીન પર એકમેક સાથે ઇન્ટરએકશન કરી શકે છે અને એ મુજબ ગેમમાં આગળ વધી શકે છે. પરંતુ ગયા મહિને કમ્પ્યૂટર્સની વિવિધ પ્રકારની ચિપ્સ બનાવતી અમેરિકાની એનવીડિયા કંપનીએ એક નવા પ્રકારની ગેમનો ડેમો રજૂ કર્યો.

એ ડેમોમાં હ્યુમન પ્લેયર્સ પ્રાઇવેટ ડિટેક્ટિવની ભૂમિકા ભજવી શકે છે, જેમાં તેઓ ગેમમાંના અન્ય હ્યુમન પ્લેયર્સની સાથોસાથ કમ્પ્યૂટરથી કંટ્રોલ થતા ‘એનપીસી’ એટલે કે નોન-પ્લેઇંગ કેરેકટર સાથે પણ ‘વાતચીત’ કરી શકે છે અને તેના આધારે ગેમમાં અલગ અલગ લેવલ કે ટાસ્ક પાર કરી શકે છે.

કમાલ એ છે કે દરેક નોન પ્લેઇંગ-કેરેકટરની હ્યુમન પ્લેયર સાથેની વાતચીત યુનિક હોય છે! મતલબ કે હ્યુમન પ્લેયર્સ ગેમમાં કઈ સ્થિતિમાં છે એ ધ્યાનમાં રાખીને નોન-પ્લેઇંગ કેરેકટર તેની સાથે વાતચીત કરે છે. દેખીતું છે કે આ વાતચીત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હોય છે એટલે કે નોન-પ્લેઇંગ કેરેકટર એઆઇ ચેટબોટ તરીકે કામ કરે છે.

લખવામાં આ બધું સહેલું છે, સમજવામાં કદાચ અઘરું પણ લાગે, આવી ગેમ્સ તમે ક્યારેય રમ્યા ન હો તો તો ખાસ.

 પરંતુ આ પ્રકારના ગેમિંગ પ્રોગ્રામનું કોડિંગ કેટલું મુશ્કેલ બની શકે એ તો ગેમ્સના પ્રોગ્રામર્સ જ સમજી શકે. તમે માત્ર મોજ ખાતર ગેમ્સ રમતા હો તો આટલી વાત તમારે માટે પૂરતી છે. જો કમ્પ્યૂટર સાયન્સ તમારા અભ્યાસનો વિષય હોય કે તમે પ્રોગ્રામ કે ગેમ ડેવલપર હો તો વાતમાં વધુ રસ પડવો જોઈએ। એમ હોય તો ગૂગલ પર સર્ચ કરી જુઓ NVIDIA Digital Human Technologies Bring AI Game Characters To Life.

Gujarat