For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શાળાઓમાં આજથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ : 35 દિવસ જલસા

Updated: May 9th, 2024

શાળાઓમાં આજથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ : 35 દિવસ જલસા

- તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક

- આગામી તા. 13 જુનથી નવા શૈક્ષણિક સત્રનો વિધીવત પ્રારંભ થશે

ભાવનગર : લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા તા. ૯થી તમામ શાળાઓમાં વેકેશન પડશે અને આગામી ૧૨ જુન સુધી શાળાઓ ચુપકીદી સેવી લેશે. જોકે આ વેકેશન ગાળા દરમ્યાન હરવા ફરવાના કે અન્ય એક્ટીવીટીમાં વિદ્યાર્થીઓ જોડાશે.

શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ઉનાળુ વેકેશન તા. ૬ મે થી જાહેર કર્યું હતું. પરંતુ તા. ૭મીએ ચૂંટણી હોય અને વળતા દિવસની પણ રજા જાહેર કરાય હોય અને ખાસ કરીને ચૂંટણી કામગીરીમાં શિક્ષકોને પણ જોડયા હોય ત્યારે તેમની રજાનો પ્રશ્ન આવતા શિક્ષણ વિભાગ દ્વારા વેકેશનની આ તારીખમાં ફેરફાર કર્યો હતો અને તા. ૯ મે થી ૧૨ જુન સુધી ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે. જો કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આજના વળતા દિવસે રજાનો માહોલ છે. જ્યારે ઓફીશ્યલ આવતીકાલે તા. ૯ના રોજ ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે જે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની શાળાઓને લાગુ પડશે. ઉનાળુ વેકેશન લાગુ પડતા સડકો પર સ્કુલ વાહનોની દોડધામ બંધ થશે તો સ્કુલો પણ વિદ્યાર્થી વગર મુંગીમંતર જોવા મળશે. જ્યારે વિદ્યાર્થી હરવા-ફરવા તેમજ અધર એક્ટીવીટી કરવા તરફ દોરાશે. આ ઉનાળુ વેકેશન વિભાગે જાહેર તો કર્યું છે જે ૧૨ તારીખે પૂર્ણ થશે અને ૧૩મીથી નવા સત્રનો પ્રારંભ થશે. પરંતુ કેટલીક ખાનગી સ્કુલો દ્વારા વેકેશનમાં પણ શિક્ષણ કાર્ય શરૂ રાખી રહી છે. જેની સામે જિલ્લા શિક્ષણાધિકારી યોગ્ય કાર્યવાહી કરશે. ભણતરના ભારમાંથી હળવા થવા વેકેશન અપાયુ હોય છે. પરંતુ જો આ દિવસોમાં પણ ભણતર શરૂ રખાય તો ભાર વિનાનું ભણતરનો અર્થ સરતો નથી.

Gujarat