For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બપોરના સમયે 5 મિનિટમાં બે વખત ગોહિલવાડની ધરા ધુ્રજી

Updated: May 9th, 2024

બપોરના સમયે 5 મિનિટમાં બે વખત ગોહિલવાડની ધરા ધુ્રજી

- તલાલાથી 12 અને 13 કિ.મી. દૂર એપી સેન્ટર

- ભૂકંપના બન્ને હલવા આંચકાની શહેરમાં અનુભૂતિ નહીં : દરિયાઈ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં અસર

ભાવનગર : એક તરફ આજે બપોરના સુમારે ગોહિલવાડવાસીઓ અસહ્ય ગરમી અનુભવી રહ્યા હતા ત્યારે માત્ર પાંચ જ મિનિટના સમયગાળામાં બબ્બે વખત ધરા ધુ્રજી હતી. જો કે, ભૂકંપના બન્ને આંચકા હલવા હોવાના કારણે શહેરમાં ખાસ અનુભૂતિ થઈ ન હતી. જિલ્લાને જોડતાં કાંઠાળા ગ્રામ્ય વિસ્તારોમાં સરખામણીએ આ અનુભૂતિ વધુ અનુભવાઈ હોવાનું જાણવા મળેલ છે.

આજે બપોરનાં ૩.૧૪ અને ૩.૧૮ કલાકે ભૂકંપના બે હળવાં આંચકા નોંધાયા હતા. ઈન્ડીયન સિસ્મોલોજીકલ રિસર્ચની વેબસાઈટ પર આ બન્ને આંચકાની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી હતી. ઈન્ડીયન સિસ્મોલોજીકલ રિસર્ચે આ ઘટનાની પુષ્ટી કરતાં ભૂકંપના બન્ને આંચકાની તિવ્રતા અનુક્રમે ૩.૦ અને ૩.૪ હોવાનું અને એપી સેન્ટર તળાળા નજીક અનુક્રમે ૧૨ કિ.મી. અને ૧૩ કિ.મી. નોંધાયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે, બન્ને ભૂકંપની જમીનમાં ઉંડાઈ અનુક્રમે ૬.૩ કિ.મી અને ૭.૨ કિ.મી. નોંધાઈ હતી. ભાવનગર શહેરની સરખામણીએ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આ બન્ને હળવા આંચકાની અનુભૂતિ થઈ હોવાના પ્રાથમિક અહેવાલો છે. જો કે, શહેર કક્ષાએ ભૂકંપના આંચકાની વિશેષ કોઈને અનુભૂતિ થઈ ન હોવાનું જાણવા મળેલ છે. આ બન્ને આંચકાના કારણે ગોહિલવાડ પંથકમાં જાન-માલને નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

Gujarat