For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અચિંત્યા શિવલિંગમ : પેલેસ્ટાઇનનું સમર્થન કરવામાં કોલેેજ ગુમાવવી પડી

Updated: Apr 27th, 2024

અચિંત્યા શિવલિંગમ : પેલેસ્ટાઇનનું સમર્થન કરવામાં કોલેેજ ગુમાવવી પડી

- ગયા વર્ષે દિલ્હી ખાતે કેટલાક વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા

- કેમ્પસમાં થયેલા વિરોધમાં મૂળ ભારતીય વિદ્યાર્થિનીએ ભાગ લીધોે અને જાહેરમાં પેલેસ્ટાઇનનું સમર્થન કર્યું હતું

- પ્રસંગપટ

- અચિંત્યા શિવલિંગમ

વિશ્વમાં ક્યાંય કુદરતી હોનારત કે યુદ્ધ જેવી ઘટના બને ત્યારે ત્યાં ફસાયેલા  ભારતીયોને પરત લાવવા સરકાર સ્પેશિયલ વિમાનો મોકલે છે. રશિયા-યુક્રેન યુદ્ધના શરુઆતના તબક્કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીએાને પાછા લાવવા 'ઓપરેશન ગંગા' હાથ ધરવામાં આવ્યું હતું.  

સામાન્ય રીતે વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ લો પ્રોફાઇલ હોય છે, જે-તે દેશના કાયદાનું પાલન કરનારા હોય છે. તાજેતરમાં અમેરિકાની યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇન તરફી દેખાવો થઈ રહ્યા છે. આવા જ એક પ્રદર્શન  દરમિયાન એક ભારતીય વિદ્યાર્થિનીની ધરપકડ કરવામાં આવી છે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની વોર ચાલુ છે અને તેના તણખા ચોમેર ઉડી રહ્યા છે. હમાસના ત્રાસવાદીઓને પ્રોત્સાહિત કરનારા પેલેસ્ટાઇન પર ઇઝરાયેલે કરલા હિંસક હુમલાને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો થયા છે. હમાસના ત્રાસવાદીઓે હુમલો કર્યો તે વખતે જોવા મળેલી પ્રતિક્રિયાઓની તુલનામાં ઇઝરાઇલે વળતો પ્રહાર કરીને પેલસ્ટાઇનને સબક શીખવાડયો ત્યારે અનેકગણી વધુ પ્રતિક્રિયાઓ જોવા મળી છે. આ પ્રતિક્રિયાઓ ઘણંુ કરીને ઇઝરાયેલ વિરોધી જ છે. 

આપણે જેની વાત કરી રહ્યા છીએ તે અચિંત્યા શિવલિંગમ નામની સ્ટુડન્ટને શિસ્તભંગના પગલાં રૂપે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવી છે. અમેરિકાની પોલીસે પ્રદર્શનકારીઓને વિખરાઈ જવાની તાકીદ કરી હોવા છતાં અચિંત્યાએ જગ્યા છોડી નહોતી. આખરે એણે યુનિવર્સિટી જ છોડવી પડી. કેમ્પસમાં યોજાયેલા વિરોધ-પ્રદર્શનમાં તેણે ભાગ લીધોે હતો અને જાહેરમાંએણે પલેસ્ટાઇનનું સમર્થન કર્યું હતું. 

ત્રાસવાદી સંગઠનો બહુ મોટા ઉપાડે હુમલા કરે  છે, પરંતુ વળતો પ્રહાર સહન કરી શકતા નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે ત્રાસવાદી સંગઠનોને ખબર હોય છે કે તેમને આડકતરો ટેકો આપનારા અનેક લોકો વિશ્વમાં છે.

પેલેસ્ટાઇનને સમર્થન એટલે હમાસને સમર્થન એમ માની લેવાયું છે.  સ્વૈચ્છિક સંસ્થાઓ અને માનવ અધિકારો માટે લડત ચલાવતી સંસ્થાઓ કોઇપણ ભોગે યુદ્ધ ્અટકાવીને માનવસંહાર રોકવા માગે છે. અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં બે દિવસ અગાઉ પેલેસ્ટાઇનના સમર્થનમાં સેંકડો વિદ્યાર્થીઓ દેખાવો કરવા લાગ્યા ત્યારે અમેરિકાના સત્તાધારીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. કોલંબિયા યુનિવર્સિટીમાં પેલેસ્ટાઇન તરફી દેખાવકારોનો પ્રભાવ વધુ જોવા મળ્યો હતો. પોલીસે દેખાવકારોને અટકાવ્યા હતા અને અનેકની ધરપકડ કરી હતી. ટેક્સાસના ઓસ્ટીન કેમ્પસમાંથી ૩૪ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી શરૂ થયેલા દેખાવો અન્ય યુનિવર્સિટી સુધી પહોંચ્યા હતા.

ઇઝરાયેલ -પેલેસ્ટાઇન વોર વૈશ્વિક તખ્તે બદનામ બની ચૂકી છે. જે રીતે હમાસના ત્રાવાદીઓ આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરીને ઇઝરાયલને હંફાવી રહ્યું છે તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે હમાસના સમર્થકો તેમને સહાય પુરી પાડે છે. 

તમિળનાડુના કોઇમ્બતુરમાં જન્મેલી અને અમેરિકાના ઓહાયોમાં ઉછરેલી અચિંત્યાએ ગેરકાયદે યોજાયેલા પેલેસ્ટાઇન તરફી દેખાવોમાં ભાગ લીધો હતો. તેની સાથે પકડાયેલા અન્ય એક વિદ્યાર્થીનું નામ હસન સઇદ છે. બે વિદ્યાર્થીઓની ધરપકડ બાદ વિરોધ કરનારાઓએ તંબુ ઉખેડી નાખ્યા હતા અને વિરોધ ચાલુ રાખ્યો હતો.

અચિંત્યા મૂળ ભારતીય છે, પરંતુ અમેરિકામાં ઉછરી છે. સમાચાર માધ્યમોએ તેને ભારતીય વિદ્યાર્થી તરીકે ચીતરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હવા એવી ઊભી થઈ કે જાણે ભારતથી અમેરિકા ભણવા ગયેલી કોઈ વિદ્યાર્થિની પકડાઇ છે.

અમેરિકાએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે, કેમ કે ખુદ અમેરિકા હમાસના સમર્થક એવા પેલેસ્ટાઇનનો વિરોધ કરી ચૂક્યું છે. ભારતમાં દિલ્હી ખાતે ક્ેટલાક વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઇનની તરફેણમાં દેખાવો કર્યા હતા, પરંતુ સરકારે તેમની સામે કડક પગલાં ભરીને આંદોલનનો ફિયાસ્કો બોલાવી દીધો હતો. અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઇન તરફી  દેખાવો કર્યા એટલે વિશ્વમાં વસતા પેલસ્ટાઇનના સમર્થકો ગેલમાં આવી ગયા હતા. જોકે અમેરિકાના તંત્રે લીધેલાં કડક પગલાં જોયા બાદ તેમના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે.

Gujarat