For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્ટાર્ટઅપ ચમત્કાર સર્જી શકે છે ધૂમાડા ઓકતી ટ્રકો વિદાય લેશે

Updated: Apr 24th, 2024

સ્ટાર્ટઅપ ચમત્કાર સર્જી શકે છે ધૂમાડા ઓકતી ટ્રકો વિદાય લેશે

- પર્યાવરણ ફ્રેન્ડલી ઇલેકટ્રીક ટ્રકો 

- પ્રસંગપટ

- ઇવી હેવીટ્રકના સ્ટાર્ટઅપને સરકારની મદદ મળી રહે તો તે નવા સંશોધનો કરી શકે છે

ધૂમાડો ઓકતી ટ્રકોની જગ્યાએ હવે ઇલેકટ્રીક ટ્રકો આવી રહી છે.  તાજેતરમાં ૧૦૦૦ ટ્રકોનો ઓર્ડર ટાટા કે અશોક લેલેન્ડને નથી મળ્યો પણ ઇલેકટ્રીક ટ્રકો બનાવતા નવા સ્ટાર્ટઅપને મળ્યો છે. બેંગલુરૂ સ્થિત ટ્રેસા સ્ટાર્ટઅપે બનાવેલી ઇલેકટ્રીક ટ્રક આજકાલ આકર્ષણનું કેન્દ્ર છે. આપણે ઇલેક્ટ્રીક ટુ વ્હીલર્સ કે ફોર વ્હીલર્સ લેતા ખચકાઇએ છીયે જ્યારે અહીં તો ૧૦૦૦ ઇલેકટ્રીક ટ્રકના ઓર્ડરની વાત છે.

ટ્રેસાની ઇલેકટ્રીક ટ્રક ૧૨૦ કિલો મીટર પ્રતિ કલાકની સ્પીડે ભાગી શકતી હોવાનો દાવો કરાયો છે તેનું મોડેલ વીઓ -૧ જુલાઇ ૨૦૨૩માં તૈયાર કરાયું હતું. ત્યારબાજ કંપનીએ ૧૮ ટૂ -૫૫ ટી ગ્રોસ વ્હીકલ વેઇટ સેગમેન્ટમાં મોડલ બનાવવા શરૂ કર્યા હતા.

હાલમાં ટ્રેસા ટ્રક ૨૪,૦૦૦ એનેમ મોટર્સ અને સાથે ૩૦૦ બેટરી સાથે હોય છે જે ૧૫ મિનિટમાં ૮૦ ટકા ચાર્જ થઇ જાય છે. ફલ્ક્સ  ૩૫૦ પ્લેટફોર્મના આધારે તૈયાર કરાયેલી ટ્રક સાથે સેલ્ફ કન્ટેન બેટરી સ્ીય૫૦ ૮૦૦ફ ૫૦ંઉર પેક સાથે જોડાયેલી હોય છે. બેટરીમાં એક્ટીવ કૂલીંગ ટેકનોલોજીનો સમાવેશ કરાયો છે.

જેએફકે ટ્રાન્સપોર્ટ જેવી લોજીસ્ટીક કંપનીએ ૧૦૦૦ ટ્રકનો ઓર્ડર આપીને કંપનીના ઇનોેવેશનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવામાં કાર્બન છોડતી ટ્રકોની જગ્યાએ ઝીરો કાર્બન અર્થાત ઝીરો ધૂમાડો છોડતી ટ્રક લોકોમાં આવકાર્ય બનશે. નાની ટેન્ક જેવા આકારની આ ટ્રક પર્યાવરણના મિત્ર સમાન બની રહેશે.

ટ્રકની વાત આવે એટલે આપણા મનમાં સૌ પહેલાં ધૂમાડો ઓકતી અને અડધી પડધી તૂટેલી બોડી નજરમાં આવે છે.  જાયન્ટ ટાયરો, બેકલાઇટના ધાંધીયા અને પેસેન્જરોની હેરાફેરી કરીને કમાણી કરતી ટ્રકોનો વ્યવસાય બહુ મુશ્કેલ ભર્યો બની ગયો છે. બેકલાઇટના ધાંધીયા અને પેસેન્જરોની હેરાફેરી કરીને કમાણી કરતી ટ્રકોનો વ્યવસાય બહુ મુશ્કેલ ભર્યો બની ગયો છે.

ટ્રકોનો બિજનેસ મોટા રોકામ સાથે સંકળાયેલો છે પરંતુ તે વાહન અંતો તે સેમી સ્કીલ્ડ લોકોના હાથમાં આવે છે. તે લોકો લાખો રૂપિયાની ટ્રક કેવી રીતે તે ચલાવે છે તે પર બધો આધાર હોય છે. હાઇવે પર બંધ પડેલી ટ્રકોના કારણે અનેક લોકો અક્સમાતનો ભોગ બન્યા છે. અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રકેા ચોક્કસ હોટલો પર આરામ માટે ઉભી રખાય છે. જ્યાં તેમને રીપેરીંગ સહીતની સવલતો અપાતી હોય છે. હેવી ટ્રક ઓપરેટરો અઠવાડીયે દશ દિવસે ઘેર પહોંચતા હોય છે તેમના લાઇફ રોજ પરજ પસાર થાય છે એમ કહી શકાય.

મીની ટ્રકમાં ઓછો સામાન ભારાય છે પરંતુ શાકભાજી કે અન્ય જીવન જરૂરી ચીજોની હેરાફેરી માટે મીની ટ્રક વપરાય છે. મહેસાણા થી મુંબઇ સમય કરતાં વહેલાં શાકભાજી પહોંચાડતી મીની ટ્રકને વિશેષ ઇનામ પણ અપાતું હોય છે. જ્યારે રોડપર ઇલેકટ્ીક ટ્રકો જોવા મળશેે ત્યારે વાકાવરણ શુધ્ધ જોવા મળશે અને હાઇવેના બંને બાજુ લીલોતરીને ખીલવાના ચાન્સ ઉભા થશે. ઇલેકટ્રીક ટ્રકો બવાનતા સ્ટાર્ટઅપના સંપર્કમાં કેન્દ્ર સરકારના વિવિધ ખાતાઓ પણ છે. સરકારી વાહનોમાં ઇલેકટ્રીક વ્હીકલનો ઉપયોગ કરવાની માંગ ધણા સમયથી ચાલી રહી છે. ઇલેકટ્રીક ટ્રકોના ચાર્જીંગ સ્ટેશનો પણ ઇલેકટ્રીક કારની જેમ હાઇવે પર ઉભા કરી શકાશે.

ઇવી હેવીટ્રકના સ્ટાર્ટઅપને સરકારની મદદ મળી રહે તો તે નવા સંશોધનો કરી શકે છે. કહે છે કે ચૂંટણી પછી સરકાર ઇવી પર વિશેષ ધ્યાન આપશે અને  રોડ પરના ધૂમાડાને દુર કરવા ઇલેકટ્રીક ટ્રકના પ્રજેક્ટને બહુ મોટા પાયે અમલી બનાવશે. ટ્રકોનોે બિઝનેસ એટલો માથા કૂટીયો બની ગયો છે કે તેમાં પડનાર પરે શાન થઇ જાય છે. કહે છે કે આપણે કોઇને પરેશાન કરવો હોય તો જુની ટ્રક લઇ આપવી અને ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કરવા કહેવું. પરંતુ ઇલકટ્રીક ટ્રકના મામલે પ્રોફીટ વધુ જોવા મળશે.

Gujarat