ભારતની ‘શહેજાદી’ને અબુધાબીમાં ફાંસી... જાણો પ્રેમના દગામાં કેવી રીતે વિદેશ પહોંચી યુપીની યુવતી
Image Source - X (Twitter) |
Uttar Pradesh News : કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને માહિતી આપી છે કે, યુએઈમાં દંપત્તિના પુત્રની હત્યા કરવા બદલ ઉત્તર પ્રદેશની શહેજાદીને 15 ફેબ્રુઆરીએ ફાંસી અપાઈ છે. તેણીએ ફાંસી પહેલા પરિવારજનોને ફોન કર્યો હતો, ત્યારબાદ તેણીના પિતાએ વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરવા અરજી કરી હતી. એએસજી ચેતન શર્માએ કહ્યું કે, અધિકારીઓ તમામ સંભવ મદદ કરી રહ્યા છે અને પાંચમી માર્ચે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
શહેજાદીના પિતાએ વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરવા અરજી કરી હતી
યુએઈએ શહેજાદીને મોતની સજા આપી હતી, જેના કારણે તેણીના પિતાએ વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરવા અરજી કરી હતી. યુએઈ સ્થિત ભારતીય દૂતાવાસને 28 ફેબ્રુઆરીએ યુએઈ સરકાર દ્વારા સત્તાવાર માહિતી મળી હતી કે, શહેજાદીને ફાંસીની સજા અપાઈ છે. વિદેશ મંત્રાલયે દિલ્હી હાઈકોર્ટને માહિતી આપી છે કે, સંયુક્ત અરબ અમીરાતના કાયદા અને નિયમો મુજબ શહેજાદીને 15 ફેબ્રુઆરીના રોજ ફાંસી અપાઈ છે.
શહેજાદીને ફસાવાયા બાદ દંપત્તીને વેંચી નખાઈ
ઉત્તર પ્રદેશના બાંદાના ગોયરા મુરલીના ગામમાં રહેતી શહેજાદીને વર્ષ 2021માં અબુધાબી મોકલાઈ હતી. એવું કહેવાય છે કે, આગરાના ઉજૈર નામના વ્યક્તિએ શહેજાદીને લક્ઝરી લાઈફ અને ચહેરાની સારવાર કરાવવાની લાલચ આપી હતી અને પછી તેણીને આગરાના દંપત્તીને વેંચી દીધી હતી. આ મામલો સામે આવ્યા બાદ સીજેએમ કોર્ટના આદેશ પર દુબઈમાં રહેતા આગરાના દંપત્તી અને આરોપી ઉજૈર વિરુદ્ધ માનવ તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો છે.
શહેજાદી પર દંપત્તીના પુત્રનો હત્યાનો આક્ષેપ
શહેજાદી અબુધાબીમાં દંપત્તીના પુત્રની દેખરેખ કરતી હતી. જોકે અચાનક દંપત્તીના પુત્રનું મોત થતા તેઓએ શહેજાદી પર હત્યાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ અબુધાબીની કોર્ટે તપાસ કર્યા બાદ શહેજાદીની ધરપકડ કરી મોતની સજા સંભળાવી હતી. શહેજાદીને ફાંસીની સજા મળ્યા બાદ તેણીના પિતા શબ્બીર ખાને જિલ્લા વહિવટી તંત્ર અને સરકારને ફરીયાદ કરી પુત્રીને બચાવવા અપીલ કરી હતી. ફાંસી સજા પહેલા શહેજારીએ પરિવારજનો સાથે ફોન પર વાત કરી હતી. તેણીએ કહ્યું હતું કે, ‘તેને જુદા રૂમમાં રખાઈ છે અને જેલના કેપ્ટને આવીને કહ્યું હતું કે, તેણીને 24 કલાકમાં ફાંસીની સજા આપવામાં આવશે.’ વાસ્તવમાં યુએઈના જેલ તંત્રએ તેણીને આખરી ઈચ્છા વિશે કહ્યું હતું, તો તેણીએ પરિવારજનો સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : ઔરંગઝેબના કારણે I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડ! આદિત્ય ઠાકરેની માંગ- સપા નેતાની કરો ધરપકડ