For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુપીમાં રાહુલ ગાંધીએ 'ઈન્ડિયા' ગઠબંધન માટે લીધો મોટો નિર્ણય, વધશે ભાજપની ચિંતા?

Updated: May 7th, 2024

યુપીમાં રાહુલ ગાંધીએ 'ઈન્ડિયા' ગઠબંધન માટે લીધો મોટો નિર્ણય, વધશે ભાજપની ચિંતા?
Image Twitter 

Rahul Gandhi In Kannauj: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના રાયબરેલી લોકસભાના ઉમેદવાર રાહુલ ગાંધી કન્નૌજમાં પ્રચાર કરશે. કન્નૌજ લોકસભા મતવિસ્તારના સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ કન્નૌજ લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી છે. 

અખિલેશ અને રાહુલ ગાંધી એક પ્રચાર મંચ પર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધી આજે કન્નૌજ આવવાના છે. ઈન્ડિયા એલાયન્સની આ પહેલી રેલી હશે, જેમાં અખિલેશ અને રાહુલ ગાંધી એક સાથે પ્રચાર મંચ પર આવશે. એવુ માનવામાં આવી રહ્યું છે, કે બંને નેતા રોડ શો પણ કરી શકે છે. તેમજ આ પહેલા બંને નેતા ગાઝિયાબાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા.

રોડ શોની પરમિશન માટેના પ્રયાસો ચાલુ

કન્નૌજ લોકસભા વિસ્તારમાં 13 મેના રોજ ચોથા તબક્કામાં મતદાન થવાનું છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુબ્રત પાઠક છે. પાઠકે વર્ષ 2019માં અખિલેશની પત્ની ડિમ્પલ યાદવને ચૂંટણીમાં હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ રોડ શો પણ કરશે

કન્નૌજમાં ઈન્ડિયા ગઠબંધનના બે મુખ્ય ચહેરાઓ કોંગ્રેસના રાહુલ ગાંધી અને એસપીના અખિલેશ યાદવ એક મંચ પરથી ભાજપને પડકાર આપવા માટે 10 મેના રોજ કન્નૌજના બોર્ડિંગ ગ્રાઉન્ડમાં એક ચૂંટણી જનસભામાં સામેલ થવાના છે. સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ કલીમ ખાને કહ્યું કે, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત જાહેર સભા 10 મેના રોજ બોર્ડિંગ ગ્રાઉન્ડમાં યોજાવાની છે. જાહેર સભા પછી રાહુલ ગાંધી, અખિલેશ યાદવ એક રોડ શો પણ કરી શકે છે. અત્યારે રોડ શોની પરમિશન મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

Gujarat