Get The App

સ્ટોર્મ શેડો મિસાઈલ : આતંકીઓ ઉપર વરસેલું વ્યાધીનું વાવાઝોડું

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
સ્ટોર્મ શેડો મિસાઈલ : આતંકીઓ ઉપર વરસેલું વ્યાધીનું વાવાઝોડું 1 - image


- રડારથી બચવાની ક્ષમતા ધરાવતી આ મિસાઈલની મારણક્ષમતા અચૂક છે

- જમીનની નીચે બનાવેલા બંકર અને કોંક્રિટના જાડા બાંધકામને પણ તોડી પાડવા સક્ષમ 

નવી દિલ્હી : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ ઉપર વધુ એક પ્રહાર કર્યો છે. ઓપરેશન સિંદુરની મદદથી પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા ૯ આતંકી ઠેકાણાઓ ઉપર ૨૪ જેટલી મિસાઈલ છોડીને સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ હુમલા માટે ભારતીય વાયુસેના દ્વારા અત્યાધુનિક સ્ટોર્મ શેડો એટલે કે સ્કેલ્પ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સચોટ, શક્તિશાળી અને જમીનની નીચે બનાવેલા બંકરોને પણ તોડવાની ક્ષમતા ધરાતવી આ મિસાઈલ દુશ્મનો માટે એક દુ:સ્વપ્ન સમાન છે. ફાઈટર જેટની મદદથી છોડવામાં આવતી આ મિસાઈલ મજબુતમાં મજબુત ઈમારતોને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે. 

જીભછન્ઁ-ઈય્ એટલે કે સ્ટોર્મ શેડો બ્રિટન અને ફ્રાન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી સૌથી સચોટ મિસાઈલ છે. ભારતે રાફેલની ખરીદી કરી ત્યારે જ આ મિસાઈલ્સ પણ સાથે જ ખરીદવામાં આવી હતી. તેનું સૌથી મોટું પાસું એ છે કે, તે દિવસ-રાત અને કોઈપણ સિઝનમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેનું જીપીએસ એટલું મજબૂત અને સચોટ છે કે તે ચોક્કસ નિશાનને ભેદી કાઢે છે. તેની બીજી ખાસિયત એ છે કે, તેને જ્યારે છોડવામાં આવે છે ત્યારે તે આકાશને બદલે જમીનની નજીક ઉડે છે તેના કારણે દુશ્મનોના રડારમાં પકડાતી નથી અને ઝડપથી ટાર્ગેટ એચિવ કરી શકે છે. તેનાથી સાધેલું નિશાન પાર પડે છે અને આસપાસ કોઈ નુકસાન થતું નથી. 

આ કારણોસર સ્કેલપ મિસાઈલ પસંદ કરાઈ

૧. ભારતનું સૌથી મોટું લક્ષ્ય હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા વગર પાકિસ્તાન અને પીઓકેના આતંકી લોન્ચપેડને ધ્વસ્ત કરવા. તેના માટે લાંબા અંતરની અને જીપીએસ ગાઈડેડ મિસાઈલ જરૂરી હતી. સ્ટોર્મ શેડો મિસાઈલ ૫૬૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે. રાફેલ દ્વારા તેને સરળતાથી ટાર્ગેટ સુધી લોન્ચ કરી શકાય છે. તેના માટે એર ડિફેન્સ ઝોનમાં પ્રવેશ કરવાની પણ જરૂર નથી. તેના કારણે કામ પણ પાર પડી જાય છે તથા પાઈલટ અને વિમાન પણ સુરક્ષિત રહે છે. 

૨. આ મિસાઈલનો આખાર ખૂબ જ વિશેષ છે. એરોડાઈનેમિક અને ચપટા આકારના કારણે આ મિસાઈલમાં રડાર ક્રોસ સેક્શન નહીવત પ્રમાણમાં ઉદભવે છે. તેના કારણે આ મિસાઈલ અંગે દુશ્મનના રડારને માહિતી મળી જ નથી. તે ઉપરાંત આ મિસાઈલનો બહારનો ભાગ એવા મટિરિયલમાંથી બનાવાયો છે જે ઈન્ફ્રારેડ તરંગોને પોતાની અંદર સમાવી લે છે. તેના કારણે દુશ્મનો ઈન્ફ્રારેડ તરંગો થકી પણ આ મિસાઈલને શોધી શકતા નથી. આ કારણે મિસાઈલ જ્યાં સુધી ટાર્ગેટ હિટ ન કરે ત્યાં સુધી દુશ્મન અજાણ જ રહે છે. 

૩. લાંબા અંતરની આ મિસાઈલમાં એવી ઘણી ટેક્નોલોજી છે જે તેને ખાસ બનાવે છે. તેમાં સૌથી પહેલાં તો ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ છે જે ફાયર કરવા દરમિયાન શરૂઆતના રસ્તાનું નેવિગેશન કરે છે. ત્યારબાદ તેમાં જીપીએસ છે જે ટાર્ગેટ લોકેશનને સતત અપડેટ કરતું રહે છે. ત્યારબાદ ટેરેને પ્રોફાઈલ મેચિંગ છે જે જમીનનો નકશો બનાવીને તેના આધારે પોતાના રસ્તાની દિશા, ઉંચાઈ અને ગતિ નક્કી કરે છે. તેમાં ઈલેક્ટ્રો ઓપ્ટિલકલ ટર્મિનલ ગાઈડેન્સ સિસ્ટમ છે જે ટાર્ગેટ હિટિંગની અંતિમ ક્ષણોમાં ટાર્ગેટની તસવીર સાથે મેચિંગ કરીને માઈક્રો લેવલે સરખામણી કરીને હિટ કરે છે. તેનાથી અચૂક નિશાન સધાય છે. તેના કારણે જ વાહનો, બંકર, નાના ઠેકાણાઓ અને ગુપ્ત જગ્યાઓને સરળતાથી ટાર્ગેટ કરી શકાય છે.

૪. અંતિમ અને મહત્ત્વની વાત એ છે કે, આ મિસાઈલ બે તબક્કામાં હુમલો કરે છે. તેનો પહેલો ભાગ કોઈપણ ટાર્ગેટના બાહ્ય માળખાને ધ્વસ્ત કરી નાખે છે. પોલાદ, લોખંડ કે પછી કોંક્રિટના મજબૂત માળખાને પણ તોડી પાડે છે. ત્યારબાદ અંદરનો બીજો હિસ્સો એક્ટિવ થાય છે જે આ માળખાની અંદર રહેલા તમામ ઈક્વિપમેન્ટ્સને નષ્ટ કરી નાખે છે. તેના પગલે જ જમીનની અંદર સંતાયેલા ટાર્ગેટ હિટ કરવા આ મિસાઈલનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. 

Tags :