For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO: ‘ગોધરા કાંડના આરોપીઓને લાલુ યાદવે બચાવવાનો પ્રયાસ કર્યો’ દરભંગામાં PM મોદીનું સંબોધન

Updated: May 4th, 2024

VIDEO: ‘ગોધરા કાંડના આરોપીઓને લાલુ યાદવે બચાવવાનો પ્રયાસ કર્યો’ દરભંગામાં PM મોદીનું સંબોધન

Bihar Lok Sabha Elections 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દરભંગા (Darbhanga)માં એક ચૂંટણી સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જેમ એક શહેજાદા દિલ્હીમાં છે, તેવી રીતે એક શહેજાદા પટણામાં પણ છે. 

વડાપ્રધાને ગોધરા કાંડ મુદ્દે લાલુ પર સાધ્યુ નિશાન

તેમણે વિપક્ષ પર તૃષ્ટીકરણનો આક્ષેપ કરી ગોધરા ટ્રેન દુર્ઘટના (Godhra Train Burning)નો પણ મુદ્દો ઉઠાવ્યો અને લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) પર નિશાન સાધી કહ્યું કે, ‘તેમણે કોંગ્રેસની સત્તા વખતે 60થી વધુ કારસેવકોની હત્યાના જવાબદાર આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.’

રાહુલ-તેજસ્વી પર પણ વરસ્યા વડાપ્રધાન

તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav) પર આડકતરું નિશાન સાધી કહ્યું કે, એક શહેજાદાએ નાનપણથી આખા દેશને અને બીજા શહેજાદાએ આખા બિહારને પોતાની જાગીર સમજી છે. બંનેના રિપોર્ટ કાર્ડ એક જેવા છે. તેમના રિપોર્ટ કાર્ડમાં કૌભાંડ અને અનિયંત્રિત કાયદો અને વ્યવસ્થા સિવાય કશું નથી.

‘બહેનો સાંજ પડતાં જ ઘરમાંથી બહાર નિકળતા ડરતી હતી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ RJD પર વરસી કહ્યું કે, ‘યાદ કરો, બિહારમાં કેવી રીતે અપહરણ ઉદ્યોગ ચાલતા હતા, કેવા મોટા-મોટા કૌભાંડોના કારણે બિહારના ખજાનાનો લૂંટાતો હતો, બહેનો સાંજ પડતાં જ ઘરમાંથી બહાર નિકળતા ડરતી હતી, નોકરીના બદલે જમીન લખાવી દેવામાં આવતી હતી. આજે બિહારના વિકાસ માટે મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar)ની NDA સરકાર દિવસરાત કામ કરી રહી છે. અમને કર્પૂરી ઠાકુર પાસેથી પ્રેરણા મળી છે. તેમને ભારત રત્ન આપવાનું સૌભાગ્ય તાજેતરમાં જ અમને મળ્યું છે.’

વડાપ્રધાન કર્યો ગોધરા કાંડનો ઉલ્લેખ

તેમણે વિપક્ષ પર તૃષ્ટિકરણનો આક્ષેપ કરી ગોધરા ટ્રેન દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો અને લાલુ પ્રસાદ યાદવ પર નિશાન સાધ્યું કહ્યું કે, ‘જ્યારે કોંગ્રેસની સત્તા હતી, ત્યારે તેમણે 60થી વધુ કારસેવકોની હત્યાના જવાબદાર લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ગોધરામાં કાર સેવકોને સળગાવવામાં આવ્યા હતા, ત્યારે ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A. Alliance)ના લોકોએ દોષિતોને બચાવવા માટે કમિટી બનાવી હતી.’

Gujarat