For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બીપરજોયને લીધે રાજસ્થાનના અનેક વિસ્તારોમા મધ્યમથી ભારે વર્ષા : અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ

Updated: Jun 17th, 2023

બીપરજોયને લીધે રાજસ્થાનના અનેક વિસ્તારોમા મધ્યમથી ભારે વર્ષા : અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ

- થરપારકર રણનાં બારમેર, જેસલમેર ઉપરાંત જાલોરગઢ, શિરોહી, માઉન્ટ આબુ, કુંભલગઢ અને ઉદયપુરમાં વર્ષા

જયપુર : ગુજરાતને ઘમરોળ્યા પછી ખતરનાક વાવાઝોડું બિપરજોય છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તરે રાજસ્થાન તરફ આગળ વધતાં લગભગ સમગ્ર રાજ્યમાં મધ્યથી ભારે વરસાદ નોંધાયો છે. માઉન્ટ આબુમાં ૨૧૦ મી.મી. થરપારકરનાં રણમાં આવેલા બારમેરનાં સેદવામાં ૧૩૬ મીમી, ૧૩૫મીમી માઉન્ટ આબુ તહેસીલમાં વરસાદ થયો છે. જ્યારે થરપારકર રણની દક્ષિણ પૂર્વ રહેલાં જાલોર ગઢ વિસ્તારનાં રાણીવાડામાં ૧૧૦મીમી, ચુરૂનાં બીદાસરીયામાં ૭૬ મીમી, રેઓદારમાં ૬૮ મીમી, સાંચોરમાં ૫૯ મીમી, પીંડવાડામાં ૫૭ મીમી વર્ષા થઇ છે.

આ માહિતી આમતો હવામાન વિભાગ જણાવે છે કે રાજ્યના ગોગુન્ડા અને ગિરવામાં ૪૯ મીમી. તથા ૪૭ મીમી વરસાદ ઝાલોર ગઢમાં નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ઝાલોર જિલ્લાના સિન્દ્રી અને જસવંતપુરામાં (બંનેમાં) ૪૬ મી.મી. ઝાલોદમાં ૪૦ મીમી. ૩૮ મીમી આબુરોડમાં, કોટામાં ૩૪ મીમી સિરોહીમાં ૩૦મીમી, કુંભલગઢમાં ૨૬ મીમી અને ઉદયપુરમાં ૨૪.૭ મીમી જેટલો વરસાદ આજે સવારે ૮.૩૦ કલાક સુધીમાં નોંધાયો ચે.

ભારતીય હવામાન વિભાગે બારમેર, ઝાલોર અને પાલી જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. ત્યાં કલાકના ૩૦થી ૫૦ કિમી. ઝડપે પવન ફૂંવાવા સંભવ છે.

આ ઉપરાંત સમારકામનાં રણના મધ્યભાગની ધોર ઉપર રહેલી નીચી પર્વતમાલા ઉપર વહેલાં જેસલમેર ઉત્તરનાં બિકાનેર, દક્ષિણનાં જોધપુર, પૂર્વનાં ચુરૂ, શિકાર નાગૌર, ઝૂનઝૂનુ મધ્યમાં અજમેર દ.પૂર્વનાં ઉદયપુર અને રાજસમંદ જિલ્લાઓ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો છે.

આ ચક્રવાત રાજસ્થાનાં ઊભાં થયેલાં ડીપ ડીપ્રેશનને લીધે આગળ વધ્યો છે. આ પરિસ્થિતિ સોમવાર સુધી ચાલુ રહેવા સંભવ છે. દરમિયાન રાજ્યમાં સરેરાશ ઉષ્ણતામાનમાં પણ ઘટાડો થયો છે. તે ૨૦થી ૩૦ ડીગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે. શુક્રવારે તો બુંદીમાં વિક્રમ સર્જક ૪૧.૪ ડીગ્રી સેલીયસ ઉષ્ણતામાન નોંધાયું હતું. જ્યારે શ્રીગંગાનગરમાં ૩૯.૯ ડીગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું.

Gujarat